________________
વિસંવાદ ન આવી શકે અને વસ્તુનું જ સ્વરૂપ છે તેને તેવા પ્રકારથી કહેવાવાળી ભાષા સત્ય ભાષા છે આ ભાષાથી મોક્ષાભિલાષી મોક્ષ માર્ગની આરા. ધના કરે છે. જેમ આત્મા છે અને તે સર્વથા નિત્ય નથી તેમ સર્વથા અનિત્ય પણ નથી. પરંતુ કથંચિત નિત્યાનિત્યાત્મક છે. આ રીતે અનેક ધર્મ વિશિષ્ટ વસ્તુનું કથન કરવાવાળી ભાષા આ કટિમાં પરિગણીત થાય છે (૧) જે ભાષા વિરાધિની છે વસ્તુના વિપરીત સ્વરૂપને પ્રતિપાદન કરવાવાળી છે. તે મૃષા ભાષા છે. એને બેલનાર પ્રાણી કદી પણ મુક્તિ માગને આરાધક બની શકતું નથી. આ પ્રકારની ભાષામાં સદા સર્વજ્ઞ મતથી પ્રતિકૂળતા રહ્યા કરે છે. જેમ–આત્મા નથી, અથવા છે તે પણ તે સર્વથા નિત્ય છે યા સર્વથા અનિત્ય છે, અથવા જે ચાર નથી એને “આ ચોર છે” એમ કહેવું, જે ભાષા સત્ય પણ હોય પરંતુ જે એનાથી બીજાને પીડા થતી હોય તો તે પણ આ મૃષાવાદમાં સંમ્મિલિત જાણવી જોઈએ. (૨) જે ભાષા આરાધની પણ હોય અને વિરાધની પણ હોય તે સત્યામૃષા ભાષા છે. સત્યભાષાનું નામ આરાધેિની છે અને મૃષા ભાષાનું નામ વિરાધિની છે. આ બંને સ્વરૂપવાળી જે ભાષા છે તે સત્યામૃષા ભાષા છે. જેમ એવું કહેવું કે, આજ આ ગામમાં ૧૦ બાળક જન્મ્યાં છે. કોઈ ગામમાં પાંચ જ બાળક જન્મ્યાં હતાં. ત્યારે એવું કહેવું સત્યામૃષા સ્વરૂપ આ માટે છે કે, દશના કહેવામાં પાંચને અંતર્ભાવ તે થઈ જ જાય છે. આથી આટલા અંશની અપેક્ષા આ વચન સત્ય છે પરંતુ દસ બાળક જન્મ્યાં નથી એટલા અંશે એ મૃષા છે. અથવા એમ કહેવું કે હું “કાલે તમને સો રૂપીયા આપીશ, ” આમાં સો ન આપતાં જે ૫૦ રૂપીયા પણ આવે તો આ પ્રકારના વ્યવહારમાં લેકમાં અસત્ય બોલનાર તરીકેની ગણના નથી થતી, જેટલો ભાગ આપવામાં ન આવ્યા એટલા પુરતી એમાં અસત્યતા આવે છે, પણ જો એ બીલકુલ ન દેત તે એ ભાષા અષામાં જ અંતભૂત બની જાત. (૩) જે ન સત્ય છે અને ન અસત્ય છે એવી ભાષાનું નામ અસત્યામૃષા–અર્થાત વ્યવહાર ભાષા છે. (૪) આમાં પ્રથમ અને ચોથી ભાષા બોલવા ગ્ય છે. જેથી જે અસત્યામૃષા ભાષા છે, તેને આમંત્રણ આદિ ભેદથી અનેક પ્રકારની કહેવામાં આવે છે. આ વિષયને ભગવાને ભગવતી સૂત્રમાં કહેલ છે–
अहं भते आसइस्सामो सइस्सामो चिद्विस्सामो निसीइस्सामो तुयहिस्सामो। आमंतणि आणवणी, जायणि तह पुच्छणी य पण्णवणी। पञ्चक्खाणी भासा, भासा इच्छाणु लोमाय ॥१॥ अणभिग्गहिया भासा, भासा य अभिग्गहमि बोद्धव्या । संसयकरणी भासा, वोयडमव्वोयडा चेव ॥२॥ पन्नवणी णं एसा, न एसा भासा मोसा ?।
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
2: ૧