________________
બેઠા હતા. મોઢા ઉપર દેરાસાથે મુખવસ્ત્રિકા બાંધેલ હતી. એમને એ ધ્યાનમાં એક વિશાળ જગલ દેખાયું, જે અનેક પ્રકારના હિંસક પ્રાણીઓથી ભરેલું હતું, તેમાં એમણે એક મહાકાય વ્યક્તિ જેને હજાર હાથ છે તેવી જોઈ, એના બધા હાથમાં મુશળ હતાં, તે અહિંથી તહીં દેડતા દેડતા મુસલેને પિતાના શરીર પર મારતું હતું અને ભયંકર ચિત્કાર શબ્દ કરતો હતે, એ એટલા જોરથી દેડિતે હતું કે સે જન સુધી નિકળી જતો. થાક લાગતે અને શરીર જ્યારે ઢીલું થઈ જતું ત્યારે તે ખુબજ ઉંડા અને ગાઢ અંધકારથી છવાયેલા કુવામાં કુદી પડતે, પાછો ત્યાંથી નિકળતો અને એ જ રીતે હજારો મુસલથી પિતના શરીરને ટીપતે. બાદમાં શલભ (પતંગ)ની માફક એક મહતી અગ્નિજવાળામાં પડતે અને ત્યાંથી પણ નીકળીને તે મહાન કાંટાવાળા જંગલમાં ઘુસી જતે ત્યાં પણ આમ તેમ દેડતે અને પહેલાંની જેમ પિતાના શરીર ઉપર મુશલેના ફટકા લાગાવતા પછી થોડા આગળ વધી જોર જોરથી હસતે અને ચંદ્રકિરણ સમાન શીતળ કેળના વનમાં પ્રવેશ કરી ત્યાં આરામ કરવા લાગતે. થડે સમય વિશ્રાંતિ લઈ-શ્રમ રહિત બની ત્યાંથી બહાર નીકળી પૂર્વવત્ દડા દેડ અને શરીર ઉપર મુશલના પ્રહારની પ્રવૃત્તિ. અંધકારવાળા કુવામાં પડવું, ફરી પાછો કેળાના વનમાં પ્રવેશ, ત્યાંથી લતા વનમાં, ત્યાંથી ફરી કુવામાં, ત્યાંથી નીકળી ફરી કેળના વનમાં, આ પ્રકારે ભ્રમણ કરતે અને પોતાના શરીરને મુસલેથી મારતે. આ સ્થિતિ જ્યારે મહાત્માએ જઈ ત્યારે તેમને ભારે અચરજ થઈ એની એ સ્થિતિને પિતાના લબ્ધિબળથી સ્થભિત બનાવી દઈ મહાત્માએ તેને પૂછયું-તું કેણ છે અને આ પ્રકારની ચેષ્ટાઓ શા માટે કરે છે? તને શું પ્રિય છે? મહાત્માની વાત સાંભળી તેણે કહ્યું કે હું બીજે કઈ નથી–મારું નામ મન છે. ઈટ અનિષ્ટ શબ્દાદિક વિષયમાં પ્રવૃત્તિ કરવી અને તૃષ્ણારૂપી રસીથી પ્રાણીઓને બાંધવા એ મને પસંદ છે. મને આનંદ પણ એ વાતમાં આવે છે કે જ્યારે પ્રાણ આરંભ પરિગ્રહમાં આશક્ત બની સંસાર ચક્રમાં ઘૂમે છે. હું પિતેજ તેની આ સ્થિતિનું મૂળ કારણ બનું છું, કઈ વખત હું જીને દેવ જાતીમાં, કયારેક મનુષ્ય નીમાં.
ક્યારેક તિર્યંચ ગતિમાં, કયારેક પૃથ્વી આદિ સ્થાવર નીમાં, કયારેક બે ઈન્દ્રિયવાળા ત્રસ પર્યામાં ઘૂમતે રહું છું. અને ત્યાંના અનેક કષ્ટોને પાત્ર બનાવી હું ખુશી થતે રહું છું. આપ જેવા મહાત્માઓ ઉપર ભારે પ્રભાવ પડી શકતે નથી એ વાતનું મને દુઃખ છે. કારણ કે આ આપના સામર્થ્ય આગળ મારી શક્તિ સર્વથા સંકુચિત બની જાય છે. તે આ દિશામાં ન વહેતાં બીજી દિશા તરફ વહેતી હોય છે. આ માટે હું નિગૃહીત બનીને આપ જેવાઓથી રત્નત્રયની આરાધના કરાવું છું મુક્તિના માર્ગમાં લગાડી દઉં છું, અને ક્ષપક
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧