________________
અસર્વોપદિષ્ટ શાસ્ત્ર છે તે નિરર્થક શાસ્ત્ર છે, તેને અભ્યાસ નહીં કરે જોઈએ. કેમકે તે આપણું અભ્યાસિયો માટે મેક્ષમાર્ગના યથાર્થ સ્વરૂપથી વંચિત અને અપરિચિત છે. અથવા-નિરર્થક તે શાસ્ત્ર છે કે જેનું અધ્યયન કરવાથી અને હેય અને ઉપાદેયરૂપ અર્થનું ભાન થઈ શકતું નથી. જે આ પ્રકારના મેક્ષ અર્થના અભિધાયક નથી એવા વૈશેષિક આદિ આદિ દ્વારા પ્રણીત શાસ્ત્ર તથા વાત્સ્યાયન દ્વારા પ્રણીત કામશાસ્ત્રોનું અધ્યયન કદી પણ મેક્ષના અભિલાષીએ કરવું ન જોઈએ. લૌકિક-અસર્વજ્ઞ–દ્વારા ઉપદિષ્ટ લૌકિક શાસ્ત્ર સંસાર વધારનારી શિક્ષાઓથી પરિપૂર્ણ હોય છે. તેનાથી સાધુઓને પિતાનાં મહાવ્રતનું પાલન કરવાની શિક્ષા યથાર્થ તયા પ્રાપ્ત થતી નથી. એટલે એનું અધ્યયન કરવાવાળા ભદ્રપરિણામી સાધુજન પિતાના વતોથી પણ ચુત બની જાય છે. આ માટે એવા શાસ્ત્રનું અધ્યયન મહાવ્રતરૂપ પર્વતને નષ્ટ કરનાર વજનું કામ કરે છે. સમ્યગદર્શનની પુષ્ટિ
જ્યાં સુધી જીવને થતી નથી, ત્યાં સુધી તેને સમસ્ત દ્રવ્યોથી ભિન્ન આત્મદ્રવ્યમાં દ્રઢ શ્રદ્ધા જાગ્રત થતી નથી. આ પ્રકારની શ્રદ્ધા જાગ્રત થયા વિના જીવને આત્મકલ્યાણને માર્ગ મળતો નથી. એટલે તે પતિત બની અનંત સંસારી થઈ જાય છે. આ માટે લૌકિક શાસ્ત્રોનું અધ્યયન વર્જનીય બતાવવામાં આવેલ છે. જે એ ભાવનાથી તેનું અધ્યયન કરવામાં આવે કે જેઉં વિતરાગ પ્રરૂપિત શાસ્ત્રોમાં અને એમના ઉપદેશમાં કેટલો ભેદ છે તે આ સ્થિતિમાં જ્ઞાનીને અનેકાન્ત શાસન પર વધુ દ્રઢ શ્રદ્ધા બેસી જાય છે કેમકે સાચા મણિની કિંમત તે જુઠા મણીને જેવાથી જ થાય છે સાચા મણીને ઓળખાવનાર બેટે મણી જ હોય છે. આ માટે ટીકાકારે તેને મહાવ્રતરૂપ પર્વતનું ભેદન કરનારા વજની ઉપમા આપી છે. દાવાનળ જે રીતે વનને ભરમ કરવામાં ઢીલ કરતા નથી, તેવી જ રીતે નિરWક શાસ્ત્રોનું અધ્યયન પણ મેક્ષાભિલાષિઓના તપ અને સંયમરૂપ ઉદ્યાનને નાશ કરે છે. જે પ્રકાર પ્રીમકાળનો પ્રખર આતાપ સરેવરનું સેશણ કરે છે. તેવા પ્રકારે મેક્ષમાર્ગનાં ઉપદેશથી વિહિન શાસ્ત્ર પણ મોક્ષ અભિલાષિના પ્રશમભાવને શુષ્ક કરવામાં કસર રાખતા નથી. મૃગજળ જેવા પ્રકારે મુગોને જળને ભ્રમ ઉત્પન્ન કરે છે, તેવી રીતે મિથ્યાશાસ્ત્ર પણ મેક્સ અભિલાષીઓ માટે યથાર્થ સ્વરૂપનું જ્ઞાન ન કરાવતાં કેવળ વસ્તુના સ્વરૂપમાં ભ્રમત્પાદક બને છે. સમસ્ત આપત્તિ અને વિપત્તિને દેવાવાળા વિષય કષાયની જ તેનાથી ફક્ત વૃદ્ધિ થતી રહે છે. જેથી તે વડે સંસારને અંત ન આવતાં જીને અનંત સંસારના માર્ગમાં લઈ જાય છે, અને એ કારણે આ જીવ આ ચતુગતિરૂપ સંસારમાં અહિં તહિં ભટકતો રહે છે. આ માટે જે પ્રકારે જહેરીલા સાપને દુરથી જ ત્યાગ કરવામાં આવે છે, તેવી રીતે મોક્ષના અભિલાષિઓએ આવા નિરર્થક શાસ્ત્રને ત્યાગ કરે જોઈએ. ૮
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧