________________
હે શાસન પ્રભાવક! આ ભવ્ય જીવોને વિકસિત કરવામાં જે કે સૂર્યના તુલ્ય છે તો પણ આપની છત્રછાયામાં રહીને પણ જે કુમુદ જ બની રહે-અર્થાત આચાર વિચારથી સદા શિથિલ રહે તેવા મંદભાગી માટે શું કહેવામાં આવે. આપના આ ગચ્છમાં એક અવિનીત શિષ્ય છે–જે આ ગચ્છમાં કલંકસ્વરૂપ છે કેમકે અવિનીતજન જન્મ, જરા, અને મરણરૂપી ખાડામાં પાડવાવાળા પંચવિધ આશ્રવરૂપ માનવામાં આવેલ છે. જે પ્રકારે તુષાર અર્થાત (બરફ) હીમનો પંજ કમળના વનનો નાશ કરવામાં કસર રાખતા નથી તેમ અવિનીત શિષ્ય પણ ક્ષાત્યાદિ ગુણોને નષ્ટ ભ્રષ્ટ કરવામાં આગળ પાછળ વિચાર કરતો નથી. અવિનીત શિષ્ય ચારિત્રનો વિનાશ કરવા માટે ધૂમકેતુ જેવો માનવામાં આવેલ છે. સંપૂર્ણ આશ્રવનું એ કારણ બતાવવામાં આવ્યું છે. સુનિમંડળરૂપ અખંડચંદ્રમંડળને ગ્રહણ કરનારા રાહુ જે વિદ્વાનોએ કહેલ છે તે પિતાની આ અવિનીતતા રૂપી જાળથી અન્ય બીચારા ભેળાભાળા ભવ્ય જીવરૂપી મૃગોને બાંધવામાં ભિલની માફક સિદ્ધહસ્ત હોય છે. ધર્મરૂપી બાગને નાશ કરવા માટે આ તરકેટરાન્તર્ગત અગ્નિની જ્વાલા સમાન દારૂણ અને વિનાશકારી માનવામાં આવેલ છે. આપ જેવા ગચ્છાધિપતિને આવા અવિનીતની પ્રશંસા કરતા જોઈ મને એક રાજાની વાત યાદ આવે છે –
ગિરિનગર નામના એક શહેરમાં અગ્નિભક્ત એ એક વણીક રહેતો હતો જે દર વરસે પિતાના મકાનને પદ્મરાગ મણીઓથી ભરી બાળી નાખો. તેના આ કાર્યની પ્રશંસા રાજા અને પ્રજા બધા મુક્તકંઠે કરતા હતા અને કહેતા હતા કે-ધન્ય છે આ અગ્નિભક્તને કે જે દરવરસે અગ્નિની આ પ્રકારથી પૂજા કર્યા કરે છે. એક દિવસની વાત છે કે એ વણીકે પોતાનું મકાન સળગાવ્યું એ સમયે ભારે જોરશોરથી પવનની આંધી ચઢી આવી વેગવાળી પવનની આંધીને લઈ અગ્નિ જોશભેર પ્રજવલિત બન્યો અને તેના અંગારા શહેરભરમાં ફરી વળતાં આખું શહેર અને રાજાના મહેલમાં પણ અગ્નિશાખાઓ ફરી વળી અને સારૂંએ શહેર તથા રાજમહેલ પણ નાશ પામ્યો. રાજાએ આથી અસંતુષ્ટ બની એ વણીકને સારી રીતે દંડ કરવા ઉપરાંત તેને પોતાના શહેરમાંથી કાઢી મૂક્યો. રાજા જે વણીકના એ કાર્યની પ્રશંસા ન કરત તો એ વણીકની તાકાત નહોતી કે દર વરસે આ પ્રમાણે અગ્નિવાલા પ્રગટાવી શકે. સમસ્ત શહેર અને રાજમહેલ બળી ગયાં તેનું પ્રધાન કારણ એ રાજાની બીનસમજદારી જ છે. એ રીતે સાધુના અકલ્પનીય કાર્યમાં પ્રથમ આ અવિનીત શિષ્યની આપ પ્રશંસા કરો છો, એથી એ પોતાના મનમાં કુલાઈને આગળ ઉપર આથી પણ વિશેષ અકલ્પનીય કાર્યમાં આગળ વધશે. જેનું અંતિમ ફળ ગચછના ઉચછેદમાં આવવાનું અને એ ઉચ્છેદજન્ય દેના ભાગી આપને બનવું પડશે. આથી આપની અને ગચ્છની રક્ષા માટે આ અવિનીતને ગચ્છમાંથી બહાર કરી દેવામાં જ શ્રેય છે. આ પ્રકારે આવેલા આચાર્ય મહારાજના કહેવા ઉપર સારી રીતે ધ્યાન દઈ ગચ્છાચાર્યજીએ એ અવિનીત શિષ્યને પિતાના ગ૭થી બહાર કરી દીધે. કેમકે દુરશીલ શિષ્યનો ગચ્છથી વિચ્છેદ કરે એ શ્રેયસ્કર માનવામાં આવેલ છે (૪).
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૫