________________
વિનયરહીત અથવા સાધુના આચાર રહીત (મુદી-મુરવાર ) વાચાલ-નિરર્થક બેલવાવાળા (હળ-મૃત્યના) એવા પ્રત્યેનીક-ગુરૂ આજ્ઞાથી પ્રતિકૂળ ચાલવાવાળા શિષ્ય-કુલ ગણ સંઘ દ્વારા ગચ્છથી નિંદિત બની, તિરસ્કૃત બની (નિવસિT) કાઢી મુકવામાં આવે છે.
ભાવાર્થ-જે પ્રકારે એક કુતરી કે જેના બન્ને કાન ખુબ જ ખરાબ રીતે સડી ગયા છે. અને તેમાં ઉંડા ઘા પડી જવાથી સહન ન થઈ શકે તેવું પરૂ પડી રહેલ છે તથા કીડા અને માખીઓના કરડવાથી તીવ્ર એવી વેદના સહન ન થતાં તેનાથી આકુળ વ્યાકુળ બની આ બધાથી પોતાની રક્ષા કરવા માટે એકાન્ત
સ્થાન ગોતવા માટે એ જ્યાં ત્યાં ભટકે છે, જ્યાં જ્યાં જાય છે ત્યાંથી એ બીચારીને કાઢી મુકવામાં આવે છે. કોઈ પણ સ્થળે સુખ કે આશ્રય મળતો નથી. આ પ્રકારે જે શિષ્ય દુ:શીલ છે. પિતાના ઉપકારી ગુરૂમાં પણ તે દેષ ગત્યા કરે છે, આચારભ્રષ્ટ બને છે તેને પણ સંઘથી કોઈ પ્રકારના વિચાર વગર ગુરૂઓ દ્વારા કાઢી મુકવામાં આવે છે. કુતરીના જ્યારે કાન સડી જાય છે ત્યારે તે બીચારી પિતાની રક્ષા અને શાન્તી પ્રાપ્ત કરવાની અભિલાષાથી એકાત સ્થાનનો આશ્રય ગોતવાની અભિલાષા સાથે જ્યાં ત્યાં ભટકે છે. કુતરાનો સ્વભાવજ જ્યાં ત્યાં ભટકવાનું હોય છે તેમાં એ જ્યારે તેનું કોઈ અવયવ સડી જાય છે અને તેમાં કીડા પડે છે ત્યારે ખુબજ વ્યાકુળ બની વધુ પ્રમાણમાં જ્યાંથી ત્યાં ભટકે છે. આ પ્રકારે જે શિષ્યને અવિનીતતા રૂપી રેગ લાગુ પડે છે તે પણ ગુરૂની આજ્ઞા બહાર જઈ કઈ પ્રજન વગર “મને અહિં મારા મન માફક વર્તવાની જગ્યા મળશે એવી આશામાં
જ્યાં ત્યાં ઘુમ્યા કરે છે. પોતાના કર્તવ્યથી સદા વિમુખ બને છે અને એ કારણે અવિનીતતારૂપ ઘા ને લઈ તેના મનમાં ભારે ચંચળતા આવી જાય છે પરંતુ ગુરૂ-આજ્ઞાના અનાદરરૂપી સડે એના દિલમાં લાગી જાય છે ત્યારે એની દુર્ગધીને ગુરૂજન પણ સહન કરી શકતા નથી એટલે એને સંઘથી અથવા ગચ્છથી બાહેર કરી દેવામાં આવે છે. જે આ પ્રકારની પરિસ્થિતિવાળા શિષ્યને સંઘથી બહાર કરવામાં ન આવે તે કુલ ગણ અને સંઘમાં મહાન અનર્થ બને છે. આ વિષયને એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે –
કેઈ ગચ્છમાં સાધુઓના અંદરના આચાર વિચારથી રહિત પરંતુ ઉપરથી સાધુ જેવો દેખાવ રાખતો એક સાધ્વાભાસ શિષ્ય રહેતો હતો. તે દિન દહાડે આધા કર્માદિ દેથી દૂષિત અનેષણીય આહારાદિક ગ્રહણ કરતો. અને ઉપરના દેખાવમાં સંવેગભાવથી ઘણા જોરશોરથી પ્રતિક્રમણના સમયે આલે– ચના કર્યા કરતો. ગુરૂ મહારાજ એને પ્રાયશ્ચિત્ત દેતી વખતે કહેતા કે જુઓ આ કેટલે ભદ્રપરિણામી જીવ છે જે પિતાના હાર્દિક ભાવેને નહીં છુપાવતાં લાગેલા અતિચારની શુદ્ધ આચના કરે છે. જે મુનિ આ રીતે પિતાના અતિચારોની આલોચના કરે છે. તેવી આલોચના કરવી ઠીક છે. આવી આલેચનાથીજ દુઃખનો વિનાશ થાય છે. આ પ્રકારે અન્ય શિષ્યોએ જ્યારે ગુરૂ મહારાજને તેની પ્રશંસા કરવામાં રત જોયા ત્યારે બીજા શિષ્યો પણ તેની પ્રશંસા કરવા લાગ્યા. અને સાથોસાથ એવી ધારણા એમના ચિત્તમાં ઠસી ગઈ કે વારંવાર દેનું સેવન કરવામાં પણ હરકત નથી કેમકે દોષ કરવા છતાં પણ તેવા દોષની શુદ્ધિ આચનાથી થઈ જાય છે. નહીં તો આ મુનિની પ્રશંસા અમારા આચાર્ય કયા કારણે કરત. તેમ આવા દોષોનું આસેવન કરવા છતાં પણ તે તેની આલોચના કરે છે. એક દિવસની વાત છે કે ત્યાં કોઈ અન્ય આચાર્ય મહારાજ પિતાની શિષ્યમંડળી સાથે આવ્યા. તેઓએ જ્યારે ત્યાં તે અવિનીત શિષ્યના આ પ્રકારના દરરોજના વહેવારને જોયો તો તેમને આશ્ચર્ય થયું અને આચાર્ય મહારાજને કહેવા લાગ્યા કે
ઉત્તરાધ્યયન સૂત્ર: ૧
૧૪