________________
આ પ્રકારે આચાર્ય પાસેથી જીનકલ્પનું વર્ણન સાંભળીને શિવભૂતિએ પૂછ્યું. તે પછી આજ કાલ એ જીનકલ્પિના મા કેમ આચરવામાં આવતા નથી? આચાયે કહ્યું એ માગ આ સમયે છિન્નભિન્ન થઈ ગયેલ છે. શિવભૂતિએ કરીથી કહ્યું-વિચ્છેદ્ય તા નિખળ મનના પ્રાણીઓ માટે છે, સમથ પુરૂષષ માટે નહીં. વળી જો એ માર્ગ અપનાવી લેવામાં આવે તે પછી એના વિચ્છેદ પણ નહીં થાય આથી મેાક્ષાથી આએ તા એ માર્ગનું સેવન અવશ્ય કરવું જોઈએ કેમ કે એ વાત સમજી શકાય એવી છે કે પરિગ્રહના સવથી ત્યાગ કરવા એ જ સર્વ રીતે શ્રેયસ્કર માર્ગ છે. શિવભૂતિની આ વાત સાંભળીને આચાય મહારાજે કહ્યું' આ તા ધમ ઉપકરણ છે, માટે તે પરિગ્રહ નથી. વળી ધર્મ ઉપકરણ હાવાને કારણે જ તે ગ્રાહ્ય છે જીનકલ્પ પ્રથમસ હનન આદિ ગુણવાળા જીવને માટે જ હાઈ શકે, આ પંચમ કાળમાં તા પ્રથમ સંહનન આદિ ગુણ જીવામાં છે જ નહિ માટે જીનકલ્પિક માર્ગ આચરણમાં મુકી શકાતા નથી. આચાર્યે શિવભૂતિને અનેક રીતે સમજાવ્યા, પરંતુ શિવભૂતિએ પેાતાના દુરાગ્રહ ન છેડયા અને ક્રોધના આવેશમાં આવીને પાતે પહેરેલાં વસ્ત્રાના પરિત્યાગ કરી, કાંઇ પણ સાથે લીધા વિના એકલા જ વન તરફ ચાલ્યા ગયા.
આ સૂત્રમાં બીજા અધ્યયનમાં ૧૩ મી ગાથાના વ્યાખ્યાનના અવસરમા જીનકલ્પિકમાર્ગનું સવિસ્તર વર્ષોંન કરવામાં આવેલ છે. જીજ્ઞાસુએએ આ વિષય એ સ્થળે જોઇ લેવા.
શિવભૂતિની બહેન જેનુ નામ ઉત્તરા હતું, તેને જ્યારે આ ખખર પડી તે તે પેાતાના ભાઈ શિવભૂતિને વઢના કરવા માટે વનમાં જઈ પહાંચી. વસ્ત્રોને ધારણ કરવાથી મુકિત મળતી નથી એ પ્રકારના શિવભૂતિના ઉપદેશ સાંભળીને ઉત્તરાએ પણ પાતે ધારણ કરેલાં વસ્ત્રોના ત્યાગ કરી દીધા, અને નગ્ન બની ગઈ. એક દિવસ જ્યારે તે રઘુવીરપુરમાં ભિક્ષા માટે નીકળી તે વખતે એક વેશ્યા પેાતાના મકાનના ગેાખમાં ખેઠી હતી. તેણે ઉત્તરા સાધ્વિને અચેલક–નગ્ન અવસ્થામાં જોતાં જ તેણે મેડી ઉપરથી એક સાડી તેની એમ ઢાંકવા નાખી. ઉત્તરાએ પાતાની એખ ઢાંકવા તે સાડીને પહેરી લીધી. ભિક્ષાચર્ચા પતાવી સાડી સહિત ઉત્તરા શિવભૂતિ પાસે પહોંચી. શિવભૂતિએ સાડી સહિત ઉત્તરાને જોઈ ત્યારે તેને પૂછ્યું કે ઉત્તરા તમે સાડી કેમ પહેરી ? ઉત્તરાએ જવાબ આપ્યા કે, મારાથી નગ્ન રહેવાતું નથી. શિવભૂતિએ ઉત્તરાની વાત સાંભળીને વિચાર કર્યો કે, ખ્રિએ લાજ મર્યાદાને પરિત્યાગ કરી શકતી નથી. લજ્જાના નિવારણ અર્થે તેમનું વસ્ત્ર ધારણ કરવું' એ અપરિહાય છે, માટે સ્ત્રિઓ ને માક્ષની શકયતા જ નથી. તે પછી શિવભૂતિએ પેાતાના એ શિષ્ય બનાવ્યા એક મેટિક અને મીજો કાઢ્ઢવીર. આ બંનેને તેણે પેાતાના મત અનુસારની દીક્ષા આપી. જેનાથી આ કાટિકમત મિથ્યા દર્શન સ્વરૂપ પ્રવતક થયા છે,
આ ટ્રિક ( દિગ ́મ્બર ) નિક્ષત્રની કથા થઈ ૫ ૮ ૫
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૨૦૧