________________
તેણે કૃણાચાર્યના ઉપાશ્રયનાં દ્વાર ખુલ્લાં જોયાં. ઉપાશ્રયમાં જઈ વંદના કરીને તેણે આચાર્યને કહ્યું ભદન્ત ! આપ મને દીક્ષા આપ. આચાર્ય મહારાજે તેને દીક્ષિત ન થવા સમજાવ્યું છતાં પણ તેણે પિતાના હાથથી પિતાના વાળને લગ્ન કર્યો તે પછી સંઘે તેને સાધુને વેશ આ સાધુને વેશ ધારણ કરીને શિવભૂતિ આચાર્ય મહારાજની પાસે જઈને રહ્યો. આ પછી શિવભૂતિ મુનિ અને અન્ય મુનિએની સાથે આચાર્ય મહારાજે ત્યાંથી વિહાર કર્યો, પ્રામાનુગ્રામ વિચારતાં કેટલાક સમયે એ રઘુવીરપુરમાં પાછા પધાર્યા. મુનિરાજનું આગમન સાંભળીને રાજા તેમને વંદના કરવા આવ્યા. શિવભૂતિ સુનિ પિતાના ગુરુની આજ્ઞા લઈને ભિક્ષાચર્યા કરવા માટે નીકળ્યા. રાજાને ત્યાં જતાં રાજાએ તેને એક રત્નકંબલ આપી. શિવભૂતિ એ કંબલ લઈને ગુરુની પાસે આવ્યા. રત્નકંબલ જઈને આચાર્ય મહારાજે વિચાર્યું" કે, સાધુઓ માટે બહુમુલ્યવાન વસ્તુ લેવી કલ્પતી નથી. એવું વિચારીને જ્યારે શિવભૂતિ મુનિ ઉપાશ્રયથી બહાર ગયા હતા ત્યારે આચાર્ય મહારાજે તે કંબલના ટુકડે ટુકડા કરાવી બીજા સાધુઓને એકેક ટુકડા નાક લુછવા માટે આપી દીધું. જ્યારે શિવભૂતિ મુનિ ઉપાશ્રયમાં આવ્યા ત્યારે તેમને એ વાતની ખબર પડી. ખબર પડતાં જ તેમનામાં કષાય પરિણતિ (ક્રોધ) જાગૃત થઈ જતાં તેણે આચાર્ય મહારાજને કહ્યું મારી વહોરી લાવેલી રત્નકંબલ ક્યાં છે? આચાર્યે કહ્યું સાંભળે ! બહુમૂલ્યવાન-કીંમતી – વસ ધારણ કરવા સાધુઓને ન ખપે. આથી મેં તે રત્નકંબલના ટુકડે – ટુકડા કરીને સાધુઓને એક એક ટુકડે નાક સાફ કરવા આપી દીધેલ છે. ગુરુમહારાજની આ વાત સાંભળીને શિવભૂતિએ કહ્યું કે, જે બહુમૂલ્યવાન વસ્ત્રાનું ધારણ કરવું સાધુના આચારની બહાર છે અર્થાત એ પરિગ્રહ છે-તે પછી અ૫મૂલ્યવાળા સામાન્ય વસ્ત્રોનું ધારણ કરવું એ પણ સાધુની સમાચારીથી આચારથી બહાર માનવું જોઈએ-પરિગ્રહરૂપ માનવું જોઈએ. જ્યારે અ૫મૂલ્યવાળા નિયમિત વસ્ત્રોને ધારણ કરવાં એ પણ પરિગ્રહરૂપ થયું તે પછી પરિગ્રહ અવસ્થામાં મોક્ષની પ્રાપ્તિને અભાવ થશે. એનાથી તે એ જ સિદ્ધ થાય છે કે, વસ્ત્રનો સર્વથા પરિત્યાગ જ શ્રેયસ્સાધક-મોક્ષ સાધક છે. આથી અ૫મૂલ્ય વસ્ત્ર ગ્રહણ રાખવાં જોઈએ. અને બહુમૂલ્યવાળાં ન રાખવાં આ પ્રકારનો વિચારવિમર્શ જ વ્યર્થ છે. શિવભૂતિને આ પ્રકારને કપિલકલ્પિત તર્ક સાંભળીને આચાર્ય કૃષ્ણાચાર્યે તેને સમજાવ્યું કે સર્વથા વસ્ત્રને ત્યાગ કરે એ જીનકપિઓને આચાર છે. જીનકલ્પિઓનું સ્વરૂપ આ પ્રકારનું છે. જનકલ્પિ બે પ્રકારના હોય છે. ૧ સપાત્રક, ૨ કરપાત્રક તથા સચેલ અને અચલ તેમાં શરીર ઉપર વસ્ત્ર ધારણ કરવું તથા દેરાસહિત મુખવસ્ત્રિકા મોઢા ઉપર બાંધવી આ રીતે બે ઉપકરણને ધારણ કરવાં એ આચાર સંચેલ જનકપિએને છે, સર્વથા વસ્ત્રોને પરિત્યાગ કરવો એ આચાર અચેલ જનકપિઓને છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૭)