________________
શમાં હંડક ગામમાં સૌવીર નામથી એક ખેડૂતના પર્યાયમાં હતા. તે સમયે તેં હળમાં જોડેલા બળદને ભજન પાનમાં અંતરાય નાખ્યો હતે. તે અંતરાય કર્મ આ ભવમાં તમારા માટે આ સમયે ઉદયમાં આવેલ છે. માટે આ અલાભપરીષહને તમારે સહન કર જોઈએ, ભગવાન તરફથી કહેવામાં આવેલ આ પ્રકારના પિતાના પૂર્વભવના વૃત્તાંતને જાણી ઢંઢણકુમાર મુનિએ આ અસ બદ્ધ અંતરાયને નાશ કરવા માટે ખૂબ જ ઉત્સાહથી ગાઢ વિરાગ્યયુકત અંતઃકરણવાળા બની એ અભિગ્રહ ધારણ કર્યો કે, “આજથી હું પરલાભને ગ્રહણ નહીં કરું.” અર્થાત્ બીજાના નિમિત્તથી મળેલ આહાર પાણી ગ્રહણ નહીં કરૂં. આ પ્રકારને અભિગ્રહ ગ્રહણ કરી તે પ્રતિદિન ભિક્ષાચર્યા માટે જતા પરંતુ લાભાન્તરાય કર્મના ઉદયથી તેમને છેડે પણ આહારને લાભ મળતો નહીં. આ પરિસ્થિતિમાં પણ તેમના ચહેરા ઉપર ઉઠીગ્નતાનું ચિહ્ન દેખાતું નહીં. એ ઉદ્ધીગ્નચિત્ત ન બનતા. અને બીજા કેઈની નિંદા પણ કરતા નહીં. નિંદા કરતા તો તે ફકત પિતાના અશુભ કર્મની.
એક દિવસની વાત છે કે, શ્રી કૃષ્ણ વાસુદેવે શ્રી નેમીનાથ પ્રભુને પૂછયું કે, ભગવદ્ ! આ અઢારહજાર મુનિઓમાં આ સમયે દુષ્કર સ્થિતિ કેણ ભેગવે છે? પ્રભુએ કહ્યું કે, બધા શ્રમણ દુકર કષ્ટ ભેગવે છે છતાં ઢંઢણસુનિ આ બધાથી વધુ દુષ્કર સ્થિતિમાં છે. વાસુદેવે કહ્યું એમ કેમ? પ્રભુએ કહ્યું કે, અલાભપરીષહને સમ્યફ સહન કરવાથી. આ સાંભળતાં જ શ્રી કૃષ્ણનું શરીર ભકિતના આવેશથી રોમાંચિત બની ગયું અને કહ્યું, પ્રભુ ! મહાત્મા ઢંઢણ મુનિ આ સમયે જ્યાં બિરાજે છે? પ્રભુએ ઉત્તરમાં કહ્યું કે, તે આ સમયે દ્વારિકામાં ભિક્ષા માટે ગયા છે, તમને ત્યાં જતાં જ ભેટો થઈ જશે. ભગવાનની આ વાત સાંભળી વાસુદેવ શ્રીકૃષ્ણ નેમીનાથ ભગવાનને વંદના કરી ત્યાંથી ચાલી નીકળ્યા. એ સમયે તેમણે કૃશશરીરવાળા અને શાંતચિત્ત ઢંઢણ મુનિને દ્વારિકાપુરીના દ્વારમાં પ્રવેશ કરતી વખતે જોયા. જોતાં જ પિતાના હાથી ઉપરથી નીચે ઉતરી ઢઢણમુનિ પાસે જઈ પહોંચ્યા અને નીચા નમી વંદના કરી. કૃષ્ણ વાસુદેવને વંદના કરતા કેઈ શેઠ જોઈ ગયા અને મનમાં વિચાર કર્યો છે, જે મહાત્માને વાસુદેવ વંદના કરી રહ્યા છે તે કોઈ સાધારણ સાધુ ન હોવા જોઈએ. જ્યાં શેઠ એ વિચાર કરી રહ્યા હતા ત્યાં ઢઢણમુનિ એજ શેઠને ઘેર ભિક્ષા માટે જઈ પહોંચ્યા. એણે ખૂબ જ આદર ભાવથી ઢઢણમુનિને લાડુની ભિક્ષા આપી. ભિક્ષા લઈ તે પિતાના સ્થાન ઉપર પહોંચ્યા અને પિતાને જે કાંઈ ભિક્ષામાં મળ્યું હતું તે તેમણે ભગવાન શ્રી નેમીનાથને બતાવ્યું. ભગવાનને બતાવીને પછી તેમણે પૂછયું કે, ભગવદ્ ! મારૂં લાભાન્તરાય કર્મ ક્ષીણ થઈ ગયું કે કેમ? ભગવાને કહ્યું,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૫૯