________________
ન કરનારા અથવા ક્રય વિક્રય અને સંગ્રહના ત્યાગી અર્થાત્ રાત્રિમાં ઔષધ આદિને માટે ઘી આદિને પણ સંગ્રહ ન કરનારા દ્રવ્ય ભાવ પરિગ્રહથી મુક્ત અર્થાત્ દ્રવ્યથી સુવર્ણ આદિનો પરિગ્રહ ન રાખનારા હોય છે, તથા અજ્ઞાત કુળમાંથી ડી ડી ભિક્ષા ગ્રહણ કરે છે, તેઓ ભિક્ષુ છે. (૧૬)
ગોઢ૦ ઈત્યાદિ. જેઓ દ્રવ્ય ભાવથી ચંચલતા રહિત, મધુર રસ આદિમાં લેલુપતા ન રાખનારા, અસંયમ રૂપ જીવનની આકાંક્ષાથી રહિત, જ્ઞાનાદિ રત્નત્રયમાં મનને સ્થિર રાખનારા તથા માયાચારના ત્યાગી હોય છે, જેઓ ડી ડી ભિક્ષા અનેક ઘરોમાંથી ગ્રહણ કરે છે, જેઓ લબ્ધિ, વસ્ત્ર પાત્રને લાભ તથા સ્તુતિ ચાહતા નથી તેઓ ભિક્ષુ છે. (૧૭)
જ પરં, ઈત્યાદિ. જેઓ બીજાઓ પ્રત્યે “આ દુરાચારી છે ઈત્યાદિ ભાષાને પ્રયોગ કરતા નથી, કૈધને ઉત્પન્ન કરનારાં વચનનું ઉચ્ચારણ કરતા નથી, તથા “જ્યારે આત્મા પુણ્ય પ્રકૃતિને બંધ કરે છે ત્યારે પુણ્યનું ફળ ભેગવે છે, જ્યારે આત્મા પાપ પ્રકૃતિને બંધ કરે છે ત્યારે પાપનું ફળ ભેગવે છે એવું જાણીને કદી આત્મપ્રશંસા કરતા નથી, તેઓ ભિક્ષુ છે. (૧૮)
નનામત્તે ઈત્યાદિ. જે સાધુઓ હું ક્ષત્રિય છું’ એમ જાતિ અભિમાન કરતા નથી, ‘હું બધામાં વધારે સુંદર છું” એમ રૂપનું અભિમાન કરતા નથી, વસ્ત્ર પાત્ર આદિના લાભનો ઘમંડ કરતા નથી. અર્થાત્ “મને જેવી સર્વોત્કૃષ્ટ ભિક્ષા તથા વસ્ત્ર મળે છે તેવા કોઈને મળતાં નથી” એમ લાભનું અભિમાન કરતા નથી, “આ આચારાંગ આદિ શાસ્ત્રોના જ્ઞાતા મારા જેવા કેઈ નથી” એમ શાસ્ત્રનું અભિમાન કરતાજ નથી, અથવા “હું સ્વસમય પરસમયને જ્ઞાતા છું” એમ શ્રુતને મદ કરતા નથી, તથા કુળ, બળ, તપ, અશ્વયને પણ મદ કરતા નથી, સદા ધમ ધ્યાનમાં લીન રહે છે. તેઓ ભિક્ષુ છે. (૧૯)
પગg ૦ ઈત્યાદી. જે મહામુનિઓ ભવ્ય જીવને જીનેન્દ્ર ભગવાને ઉપદેશેલા ધર્મને બોધ આપે છે. શ્રત ચારિત્રરૂપ ધર્મમાં સ્થિર રહીને બીજાઓને સ્થિર કરે છે, અર્થાત્ ધર્મમાંથી ડગતા જીવેને સંસારની અસારતા તથા શરીરની અનિત્યતા સમજવીને નિશ્ચલ બનાવે છે, દીક્ષિત થઈને આરંભ સમારંભ રૂપ ગૃહસ્થની ક્રિયાઓને પરિત્યાગ કરે છે, જેઓ હાસ્યોત્પાદક ચેષ્ટા કરતા નથી, અર્થાત્ બનાવટી બોલી બેલીને વિચિત્ર પ્રકારને વેશ બનાવીને, તથા અસદુ વસ્તુને સદુ જેવી બનાવીને દેખાડતા નથી. તેઓ ભિક્ષુ છે. (૨૦)
હવે ભિક્ષુ ધર્મના આરાધનનું ફળ કહે છે -
તે વાસં ૦ ઈત્યાદિ. જેમને આત્મા મેક્ષરૂપી હિતમાં નિરંતર સ્થિત રહે છે. અર્થાત્ અહિંસા, સંયમ, તપ સ્વરૂપ ઉત્કૃષ્ટ મંગળમય ધર્મમાં ચિત્તને લીન રાખે છે, તે ભિક્ષુઓ રજ વીર્યથી ઉત્પન્ન થવાને કારણે અને મલમૂત્ર આદિ અશુચિ પદાર્થોથી ભરેલું હોવાને કારણે અપવિત્ર એવા વિનશ્વર શરીરને ત્યાગીને, જન્મ
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨
૬૫