________________
એ વચનોને ગુરૂમહારાજ પાસેથી સમ્યફ પ્રકારે સમજીને, અતિ આદર પૂર્વક હૃદયમાં ધારણ કરીને સર્વ જીવનિકાયને આત્મસમાન સમજે છે અર્થાત્ આત્મ રક્ષાની સમાન એમની રક્ષા કરવામાં તત્પર રહે છે, પંચ મહાવ્રતની આરાધના સેિવન કરે છે અને પાંચ ઈદ્રિયોને નિગ્રહ કરે છે તે ભિક્ષુ કહેવાવાને યોગ્ય છે. [૫]
વત્તારિ, ઈત્યાદિ. જેમાં ચાર કષાઓને સદા ત્યાગ કરે છે, અહંન્ત ભગવાને પ્રરૂપેલાં બત્રીસ સૂત્રની શ્રદ્ધા સાથે વાચના આદિ સ્વાધ્યાય અને તદનુસાર ક્રિયા કરવામાં તત્પર રહે છે. સોના ચાંદી આદિ સર્વ પ્રકારના ઘનથી રહિત બને છે તથા ગૃહસ્થની સાથે પરિચય રાખતા નથી. તેઓ ભિક્ષુ છે. (૬)
જન્મદિદી ઇત્યાદિ જેઓ સમ્યગદષ્ટિ બનીને મતિ, કૃતિ, આદિ પાંચ જ્ઞાનોમાં અનશન આદિ બાર પ્રકારના તપમાં, સત્તર પ્રકારના સંયમમાં, પ્રમાદ બ્રાતિ આદિથી રહિત હોવાને કારણે યથાર્થ ઉપગવાન બને છે, તથા મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિનું પાલન કરતાં તપશ્ચર્યા દ્વારા પૂર્વોપાર્જિત પાપનો વિનાશ કરે છે, તેઓ જ ભિક્ષુ છે. (૭)
“ત, ઇત્યાદિ. જે અન્ન આદિ અશન દ્રાક્ષ યા છાશનું ધાવણ આદિ પાન, અચિત્ત નારીએલ, ખજુર, દ્રાક્ષ અદિ ખાદ્ય, તથા પ્રાસુક એપારી લવંગાદિ સ્વાદ્ય પદાર્થોને લાભ કરીને મેળવીને) બીજે–ત્રીજે દિવસે યા બીજા કેઈ વખતને માટે બચાવતા નથી. સંગ્રહતા નથી, બીજા પાસે સંગ્રહાવતા નથી તથા સંગ્રહ કરનારને એનુદતા નથી તેઓ ભિક્ષુ છે. (૮)
તવ ઈત્યાદિ. જેમાં વિવિધ અશન પાન આદિ પ્રાપ્ત કરીને એક સામાચારીના પાલક પિતાનાજ ગચ્છના સાધુઓને આમંત્રિત કરીને લાવીને આહાર કરે છે, અને આહાર કરીને સ્વાધ્યાયમાં લીન બની જાય છે, તેઓ ભિક્ષુ છે. (૯)
નર૦ ઈત્યાદિ. જેઓ કેઈની સાથે કલહકારિક કથા કરતા નથી, કદાપિ કેઈ પર કાધ કરતા નથી, પરંતુ ઈદ્રિયને વશ રાખીને શાન રહે છે, તથા સંયમની રક્ષા કરવામાં મન, વચન, કાયાથી સદા સાવધાન રહે છે. કદી વ્યાકુળ થતા નથી, અર્થાત્ “આટલા દિવસ તપશ્ચરણ કરતા અને સંયમ પાળતા થયા છતાં કોઈ પણ લબ્ધિ આદિની સિદ્ધિ થઈ નહિ એ વિચાર કરીને સંયમાદિથી વિચલિત થતા નથી, અને પોતાને આચારમાં સદા સાવધાન રહે છે તેઓ ભિક્ષુ છે, (૧૦)
નો સંદ૬૦ ઈત્યાદિ. જેઓ હાથ પગ મરડાઈ જવા, આખમાં ધૂળ ભરાઈ જવી, ઈત્યાદિથી થનારી ઈદ્રિયની પીડાને સહન કરે છે, તથા નિંદા, નેતર યા ચાબુકને માર, તથા ભર્સેનાને ખેદ વિના સહન કરી લે છે, અર્થાત બીજાઓ તરફથી દુ:ખ દેવામાં આવે તે પણ જેઓ દુ:ખી નથી થતા, તથા જયાં ભૂત વેતાલ આદિ
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨