________________
નિધિત્તી પદથી એ સૂચિત કર્યું છે કે-નેત્રનું પુરણ તથા પાસે રસ લે તે સિવાય બીજા તમામ કામ ગુરુની આજ્ઞા પ્રમાણે જ કરવાં જોઈએ.
પુસથધશ્મા’ પદથી એ પ્રગટ થાય છે કે–ગીતાર્થ સાધુ જ સમસ્ત વિનયાચારથી સુસંપન્ન હોય છે.
વિામિ વિગ’ પદથી એ જણાય છે કે -જે વિનયગુણનો મહિમા જાણું લે છે. તે જ જિન પ્રવચનના મર્મને સમજી શકે છે.
શ્રી સુધર્મા સ્વામી જન્મે સ્વામીને કહે છે. હે જખ્ખ ભગવાન મહાવીર સ્વામીએ જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે જ હું તમને કહું છું. (૨૪)
આ વિનયસમાધિ નામક નવમા અધ્યયનને
બીજો ઉદ્દેશક સમાપ્ત થયે. –૨)
અથ તૃતીયાદેશ ગરિક ઇત્યાદિ જેવી રીતે અગ્નિહોત્રી બ્રાહ્મણ, અગ્નિની આરાધના કરવામાં સાવધાન રહે છે. તેવી જ રીતે જે શિષ્ય આચાર્યની સેવા-પરિચર્યા કરવામાં મનને સાવધાન રાખે છે, તથા આચાર્ય આદિ દૃષ્ટિ તથા ઈશારે કરે તેને સમજીને તેમના અભિપ્રાય પ્રમાણે વ્યવહાર કરવામાં હમેશા તૈયાર રહે છે. અર્થાત જેવી રીતે આચાર્ય આદિને અભિપ્રાય હોય તે પ્રમાણે તેમની સેવામાં તત્પર રહે છે તે શિષ્ય જગતમાં પૂજનીય થાય છે. આ ગાથામાં “ચાડ્યો અને નિર્જી આ બન્ને પદ આવવાથી તે આકાર આદિનું પણ ઉપલક્ષણ થાય છે. કહ્યું છે કે :
આકાર-(અંગ વિકૃતિ રૂપ આકૃતિવિશેષ મુખરાગાદિ) ઈગિત. (સૂક્ષમ બુદ્ધિગમ્ય પ્રવૃત્તિ નિવૃત્તિનું બેધક જે જે ડી-થોડી મુખની ઈશારત) ગતિ, (ગમન) ચેષ્ટા, (હસ્તાદિ વ્યાપાર) ભાષણ, (કથન) નેત્રવિકાર, (દષ્ટિપાતને ઢંગ) અને વકૃત્રવિકાર (મુખને ઈશારે) આ તમામ સંજ્ઞા વડે હૃદયનો ભાવ જાણી શકાય છે. (૧)
અર્થાત્ –ઉપર કહેવા પ્રમાણે ગુરુના અભિપ્રાયને જાણીને ગુરુની સેવા કરવાવાળા શિષ્ય લેકમાન્ય થાય છે. તાત્પર્ય એ છે કે શીત–ઠંડી હોય તે આચાર્ય જે પાવરણ પર દૃષ્ટિ કરે તો તરત જ તે લાવીને તેમને અર્પણ કરે. કફ આદિને પ્રકેપ થતાં તે પ્રમાણે જરા ઇશારત કરે ત્યારે સુંઠ આદિ ઔષધ લાવીને આપે; આ પ્રમાણે ગુરુની સેવામાં જે શિષ્ય સાવધાન હોય છે તે જ સસારમાં સન્માન પામવા ગ્ય થાય છે. (૬)
‘ગાગારમદા ઈત્યાદિ–જે શિષ્ય ગુરુ મહારાજ શું આજ્ઞા-હુકમ કરશે. એ સાંભળવામાં સદાય સાવધાન રહે છે, અથવા ગુરુ મહારાજની પરિચર્યા કરતા થકા અને આચાર્યનાં વચન સાંભળતા જ તેને સ્વીકાર કરીને નિર્મળ હદયથી ભક્તિ પૂર્વક તેનું પાલન કરે છે. આ પ્રમાણે આચારની પ્રાપ્તિ માટે ઉત્કૃષ્ટ ચારિત્રવાન થવા માટે વિનય કરે છે. અને કેઈ પ્રકારે આશાતના કરે નહિ તે (શિષ્ય) જગતમાં પૂજ નીય થાય છે. (૨).
Tળvg ઈત્યાદિ–જે બાલક છતાંય દીક્ષામાં મોટા હોય છે. તેમને
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨
૫૩