________________
ઇચ્છે છે; જે સુતેલા સિંહને જગાડે છે, જે તલવારની ધાર ઉપર મુઠ્ઠીને પ્રહાર કરે છે. તે સૌની જેવી દશા થાય છે તેવી જ દશા ગુરુની આશાતના કરવાવાળાની થાય છે. અર્થાતુ ગુરુની આશાતના જન્મ-મરણ આદિ અનેક દુ:ખનું કારણ છે. (૮)
વિશેષ રૂપથી અવિનયનું ફળ બતાવે છે - “સિયા દુ” ઈત્યાદિ.
કઈ સમયસર વાસુદેવ આદિની શકિતના પ્રભાવથી મસ્તકની ટક્કર મારવાથી પણ પર્વતના ચૂર-ચૂરા થઈ જાય, તેમજ સંભવ છે કે કેધાયમાન થયેલે સિંહ કે કારણથી જગાડવાવાળાનું ભક્ષણ પણ ન કરે. અને તે પણ સંભવ છે કે – મંત્રશકિત વડે તલવારની ધાર પર મુઠ્ઠી મારવા છતાંય જરાય છેદાય નહી, પરંતુ ગુરૂની આશાતના તે નક્કી જ મોક્ષને અટકાવનારી છે. (૯)
ભારરિપુરા ઇત્યાદિ. જો, આચાર્ય મહારાજની વિનયપૂર્વક આરાધના કરવામાં આવે નહીં તે, તેમની અશાતનારૂપી મિથ્યાત્વથી સાધુને સિદ્ધિગતિની પ્રાપ્તિ થતી નથી. એટલા માટે મેક્ષ સુખના અભિલાષી, સાધુ ગુરુને પ્રસન્ન કરવામાં ચિત્ત લગાડીને સુખપૂર્વક વિચરે કારણ કે ગુરુની પ્રસન્નતાથી શિષ્યને મોક્ષનું સુખ હથેલીમાં રાખેલાં આંબલા સમાન સુલભ થઈ જાય છે. અને સંસારમાં પરિભ્રમણ કરવાને શેડો પણ ભય રહેતું નથી (૧૦)
દાદગmો ઈત્યાદિ. જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ ધૃત-ઘી આદિની અનેક આતિઓથી “વાદ” ઇત્યાદિ મન્નદ્વારા સંસ્કાર કરેલી અગ્નિને નમસ્કાર કરે છે, તે પ્રમાણે શિષ્ય અનતજ્ઞાન (કેવલજ્ઞાન) થી યુક્ત હોય તે પણ ગુરુ(આચાર્ય) ને વિનય કરે. (૧૧)
ગુરુ, શિષ્ય પ્રતિ કહે છે – વસંતિ ઈત્યાદિ.
હે શિષ્ય ! વિનીત શિષ્યનું એ કર્તવ્ય છે કે જે આચાર્ય આદિની પાસે શાસ્ત્રોનું અધ્યયન કરે અભ્યાસ કરે, તેમના સમીપ અવશ્ય વિનય–ભાવ બતાવે. વિનય કેવી રીતે કરે ? તે કહે છે-બે હાથ જોડીને તે જોડેલા હાથને માથા સુધી લઈને શરીર વડે નમ્રતા બતાવી-બOUT વંામ (મસ્તક વડે કરી પ્રણામ કરું છું) આ શબ્દ બેલીને વિશુદ્ધ મનથી નિરન્તર (યાવતુજીવન) ગુરુનું સનમાન કરે
તાત્પર્ય એ છે કે સ્વાર્થ સાધવા માટે કેવળ અધ્યયન-અભ્યાસ કરવા સમયે જ નહીં, પરંતુ ગુરુનું સદાય સન્માન કરવું જોઈએ (૧૨)
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨