________________
(અથ નવમું અધ્યયન) જે આ ચારને સમ્યક્ પ્રકારે પરિપાલન કરવામાં તત્પર રહે છે તેની ભાષા નિરવધુ હોય છે. એ બતાવવા માટે ભગવાને આઠમું અધ્યયન કહેલું છે.
જે યથાર્થ વિનયવાન હોય તેજ આચારનું સંપૂર્ણપણે પાલન કરી શકે છે, એટલા માટે વિનયસમાધિ નામનાં નવમાં અધ્યયનમાં વિનયની શિક્ષાનું વ્યાખ્યાન કરે છે – “કંમત્ત ઇત્યાદિ.
જે જાતિ અથવા કુલના અભિમાનથી અથવા વિનય આદિનું શિક્ષણ આપવા માટે ગુરૂએ કહેલા કડવા શબ્દથી ઉત્પન્ન થયેલાં કેધથી તથા કોઈ પ્રકારની શરીરમાં વેદના નહી હોવા છતાંય “મારા શરીરમાં વેદના થાય છે” આ પ્રમાણે માયા-કપટથી તથા નિદ્રા, વિકથા, આલસ્ય આદિ પ્રમાદેથી ગુરુના સમીપે ગ્રહણ અને આસેવન રૂપ શિક્ષા ગ્રહણ કરતા નથી. તે સાધુની જ્ઞાન આદિ રૂપ જે સંપત્તિ છે તે અભિમાન અથવા કેપથી નાશ પામી જાય છે. જેવી રીતે કીચક વાંસને ફળ આવે ત્યારે તે વાંસને નાશ થઈ જાય છે.
તાત્પર્ય એ છે કે અભિમાન તથા કોષ વગેરેનો ત્યાગ કરીને શિષ્ય ગુરુની સમીપમાં વિનયનું શિક્ષણ લેવું જોઈએ. (૧)
“સાવિ ઇત્યાદિ. જે વ્યલિંગી સાધુ રત્નાધિક ગુરુને “આ મંદબુદ્ધિ છે આ બાલક છે “અપકૃત-સિદ્ધાન્તના અજાણ છે.” એ પ્રમાણે સમજીને તેમને અનાદર કરે છે, તે અનન્ત સંસારના કારણભૂત મિથ્યાત્વને પ્રાપ્ત થઈ, “ગુરુની નિંદા ન કરવા રૂપ એવું જિનશાસનનું જે રહસ્ય તેને નહી જાણવાથી ગુરુની અશાતનાઅપરાધ–કરે છે. તાત્પર્ય એ છે કે – જે ગુરુ હોય અને દીક્ષામાં મેટા હોય તે કદાચ બુદ્ધિ વગેરે ગુણેમાં સંપૂર્ણ ન હોય, તેમજ બાલક હોય તે પણ તેમની સર્વ પ્રકારે વિનય સહિત આરાધના કરવી જોઈએ. (૨)
“ઉ” ઈત્યાદિ. કઈ-કઈ ગુરુ વાર્તાલાપ આદિ વ્યવહારમાં કુશળ નથી હતા, તથા કેટલાક નાની ઉમરવાળા પણ હોય છે. પરંતુ શ્રુતજ્ઞાનથી સંપન્ન, તથા પાંચ આચારથી યુક્ત તથા મૂલ ગુણ અને ઉત્તર ગુણેનું પાલન કરવામાં મન સ્થિર રાખવાવાળા હોય છે. એ બન્ને પ્રકારના રત્નાધિકને અવિનય કરવાથી જ્ઞાન આદિ સગુણેને નાશ થઈ જાય છે. જેવી રીતે અગ્નિમાં લાકડા (કાષ્ઠ) પડતા તે ભસ્મ થઈ જાય છે. તેવીજ રીતે-કેપણ રત્નાધિકની આશાતના કરવાથી જ્ઞાન આદિ ગુણોને નાશ થઈ જાય છે (૩)
ફરીથી પણ બાલ (અપવય વાળા) રાધિકના અવિનયથી થતા દેને બતાવે છે-જે વાઈિત્યાદિ.
જેવી રીતે કે વ્યકિત “આ નાહે છે” એ પ્રમાણે સમજીને
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨
૪૪