________________
ન વરવો ઈત્યાદિ. સાધુ, આચાર્ય આદિ તથા જે મુનિ દિક્ષામાં વડા હેય તેમની બાજુની તરફ ન બેસે તેમની આગળ ન બેસે, પીઠની બાજુએ ન બેસે. બાજુની તરફ બેસવાથી બરાબરીએ બેસવાને કારણે અવિનય ખાદિ દોષ લાગે છે આગળ (મેખરે) બેસવાથી વંદના કરનારાઓને માટે એમની સમીપતા રેકાઈ જાય છે તેથી વંદના અને બેલ ચાલમાં વિન આવે છે. પાછળની બાજુએ બેસવાથી આચાર્ય આદિની દ્રષ્ટિ પડી શકતી નથી. ઉપરાંત ગુરૂ મહારાજની સમીપે પગ પર પગ રાખીને પણ ન બેસવું, કારણકે એમ બેસવાથી અવિનય અને અહંકાર આદિ દોષ લાગે છે. (૪૦)
શ્રપુરિઝળી, કઈ વિષય પર આચાર્ય મહારાજ ભાષણ કરી રહ્યા હોય તે જ્યાં સુધી એ વિષય પૂરો ન થાય ત્યાં સુધી વચમાં બોલવું નહીં. સામે ચતુરાઈની સાથે મીઠું મીઠું બેલીને સદ્દભાવ બતાવનાર અને પરોક્ષમાં તેમની નિંદા કરનારાં વચને બેલવાં નહિ. માયાચારથી ભરેલું અસત્ય ભાષણ કરવું નહિ. (૪૭)
વળપિંઈત્યાદિ. કઈ પણ અવસ્થામાં સાધુએ પરિણામમાં અપકાર કરનારી એવી વાણું ન બોલવી જોઈએ કે જેથી દ્રષ ઉત્પન્ન થાય તથા બીજાને ક્રોધ આધિ આવી જાય, અર્થાત દ્વષ આદિનાં ઉત્પાદક વચને સાધુએ કદાપિ ઉચારવાં ન જોઈએ. (૪૮).
કેમ બેલવું? તે કહે છે હિલ ઈત્યાદિ. આંનદ્રષ્ટિવાળે શ્રમણ, પિતાની આખે એવી વાતના વિષયમાં, પરિમિત, સંશય ઉત્પન્ન ન કરનારી અને સંશયને દૂર કરનારી, પુષ્ટ સ્વર વ્યંજનવાળી, સ્પષ્ટ અને સ્પષ્ટ અર્થવાળી, પ્રકરણને જ અનુકૂળ, પ્રકરણની બહાર પ્રવૃત્ત ન થનારી, તથા ન બહુ ઉંચે સ્વરે અને ન બહુ નીચે સ્વરે બેલાતી મૃદુ ઉદ્વેગને ઉત્પન્ન ન કરનારી વાણું ઉચ્ચારે. (૪૯)
મારઈત્યાદિ. આચારાંગ અને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી) ના જ્ઞાતા, અથવા આચાર શબ્દથી અહીં આચારાંગ આદિ અગીઆર અંગોનું અને પ્રજ્ઞપ્તિ શબ્દથી ઉપાંગેનું ગ્રહણ સમજી લેવું, એટલે કે એમને ધારણ કરનાર તથા દષ્ટિવાદના પાઠી મુનિની, દષ્ટિવાદનું અધ્યયન કરતી વખતે વચનમાં જે ખલના થઈ જાય, અર્થાત્ બોલતી વખતે પ્રમાદ આદિ કઈ કારણથી સ્વર ચા વ્યંજનની ત્રુટિ રહી જાય તે સાધુ તેની હાંસી ન કરે કારણકે તે પણ છદ્મસ્થ છે. તે કારણે કેઈવાર બોલવામાં ખલન થઈ જવાને અસંભવ નથી. તાત્પર્ય એ છે કે,
જ્યારે એવા પુરૂષે પણ ભાષણમાં ખલિત થઈ જાય છે, તે સામાન્ય જનની તે વાતજ શી? તેથી કરીને કેઈની પણ હાંસી ન કરવી જોઈએ.
ગરિકન એ શબ્દથી એમ સૂચિત થાય છે કે-સંપૂર્ણ દૃષ્ટિવાદને જાણનારા
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨
૩૯