________________
તે પછી ક્રોધાદિ કષાયોને કેવી રીતે જીતવા? તે બતાવે છે-૩રખેજ ઇત્યાદિ ક્ષમા દ્વારા કેને, વિનયથી માનને, સરલતા (નિષ્કપટતા) થી માયાને અને સંતેષથી લોભને જીતવે જોઈએ (૩૯)
કષાને નહિ જીતવાથી લાગતા દેશે બતાવે છે જોદોર ઇત્યાદી–
ક્રોધ અને માન એ બેઉને, ક્ષમા અને વિનયનું અવલંબન લઈને નિગ્રહ (દમન) ન કરવામાં આવે, તથા માયા અને લેભ અને સરલતા અને સંતોષ ન રાખવાથી વધતા રહે તો એ આત્માને મલિન કરનારા ચારે કક્ષાએ પુનભવનાં મૂળમિથ્યાત્વ આદિને સિંચે છે અર્થાત્ વધારે છે–વારંવાર જન્મમરણનાં કારણ બને છે. (૪૦)
થળg૦ ઈત્યાદિ. જેઓ પિતાથી દીક્ષામાં વડા હોય તેમને વિનય કરે, અર્થાત્ તેમને વંદના કરવી, તેઓ આવતાં ઊભા થઈ જવું ઈત્યાદિ તથા અઢાર હજાર શીલનું સદૈવ પાલન કરવું. કાચબાની પેઠે અંગેપગેને ગોપવી રાખવા. તપ અને સંયમમાં ઉત્સાહ સાથે પ્રવૃત્તિ કરવી.
રાવણgy વિડ્યુિં કે એ પદથી એમ પ્રકટ થાય છે કે વિનયવાન જ કષાયેને ઉછેદ કરી શકે છે, તથા વિનય દ્વારા આરાધિત ગુરૂ મહારાજ પાસેથી આચાર વિષયક વિવિધ તત્તની પ્રાપ્તિ થઈ શકે છે.
પુત્રાર્થે સમર્થ ન ટાવરૂ ના એ પદેથી એમ પ્રકટ થાય છે કે સંયમીએ સદૈવ ચારિત્રરૂપી ઉદ્યાનમાં રમણ કરવું જોઈએ. મુ આદિ પદથી એમ બતાવ્યું છે કે કારણ વિશેષ વિના આમ-તેમ ફરવું જોઈએ નહિ. (૪૧) - નિ ઈત્યાદિ. સાધુ વધારે ઉંઘ ન લે, હાસ્ય ન કરે અને માંહોમાંહે લોકિક વાતચીતમાં આસક્ત ન બને, પરન્તુ વાચના આદિ સ્વાધ્યાયમાં જ સદા મસ્ત રહે. (૪૨)
ન' ઈત્યાદિ સાધુ શારીરિક અને માનસિક પ્રમાદ રહિત થઈને ઉત્સાહથી સાધુને પાળવાયેગ્યક્ષાતિ આદિ દશ શ્રમણ ધર્મોમાં મન વચન કાયાને નિરંતર લગાડી રાખે, અર્થાત્ તેમાં લીન રહે, જે શ્રમણ ધર્મમાં ત્રણ પેગ લગાવે છે તે સર્વોત્કૃષ્ટ કેવળજ્ઞાનરૂપી ફળ પ્રાપ્ત કરે છે. (૪૩)
ઉકત આચારની સિદ્ધિને ઉપાય બતાવે છે– ર૦ ઈત્યાદિ.
જે સમયે જેટલાં શાસ્ત્ર ઉપલબ્ધ હોય તેના મર્મના જ્ઞાતા ગુરૂમહારાજની સાધુ ઊપાસના (સેવા) કરે. ઉપાસના કરતાં રહે જેથી ઈહલોકમાં હિત તથા પરંપરાથી મોક્ષની પ્રાપ્તિ થાય એ અર્થના નિશ્ચયના સંબંધમાં ગુરૂ મહારાજને પૂછે. (૪૪)
ગુરૂની સમીપે કેવી રીતે બેસવું જોઈએ તે કહે છે દૂરથે ઈત્યાદિ.
ઈન્દ્રિયનું દમન કરનાર સાધુ ગુરૂની સમીપે હાથ, પગ, અને કાયાને એવી રીતે રાખે કે જેથી વિનય પ્રકટ થાય, તથા મન વચન કાયાને વશ રાખીને ગુરૂ મહારાજની સમીપે બેસે. (૪૫)
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨
૩૮