________________
તેમજ જાગ્રત્ અવસ્થામાં થાય છે. સ્વપ્નને અર્થ થાય છે કે જેએલા અને સાંભળેલા કોઈ પણ પદાર્થને અનુભવ કરે. તેને વાસ્તવિક અનુભવ કરવા માટે અભૂતપૂર્વભૂતકાળે કદી પણ ન થયેલાં એવાં સ્વપ્નદર્શન ઉત્પન્ન થાય છે. (૩) ત્રીજા સમાધિસ્થાનમાં અભૂતપૂર્વ જાતિસ્મરણ જ્ઞાન થાય છે. પોતાના પૂર્વભવનું સ્મરણ કરવું તે જાતિસ્મરણ છે. તેનાથી પ્રાણ પિતાના પૂર્વના સંજ્ઞીપંચેન્દ્રિય ભવ કે જે ધારાપ્રવાહરૂપે અર્થાત્ અન્તરરહિત કર્યા છે તે ઉત્કૃષ્ટ [૯૦૦] નવસે ભવ સુધીનું સ્મરણ કરે છે. જે ભૂત, ભવિષ્ય વર્તમાનને વિચાર કરી શકે તથા દેવ ગુરુ ધર્મને જાણી શકે તે અર્થાત વિશિષ્ટસ્મૃતિરૂપ મનોવિજ્ઞાનસમ્પન પંચેન્દ્રિયપ્રાણ “સંજ્ઞી કહેવાય છે. (૪) ચોથા સમાધિસ્થાનમાં દેવદર્શન થાય છે. દેવેની વિમાન રત્ન આદિ દિવ્ય રિદ્ધિ તથા દેવનાં શરીર આભરણ આદિની દિવ્ય કાન્તિ તથા દેવસંબંધી દિવ્ય વૈભવ-શાસનનું પ્રભુત્વ આદિ જેવાને માટે પૂર્વમાં અનુભવ ન થયું હોય એવા દેવનો સાક્ષાત્કાર થાય છે. (૫) પાંચમા સમાધિસ્થાનમાં અવધિજ્ઞાન થાય છે. જે અદિશાની વસ્તુઓના વિસ્તારથી જાણે છે તે અવધિજ્ઞાન છે. અથવા અવધિજ્ઞાનો અર્થ છે મર્યાદાથી જ્ઞાન અર્થાત જે દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવની મર્યાદાને લઈને મન અને ઇન્દ્રિયોની અપેક્ષા ન રાખતાં કેવલ રૂપી દ્રવ્યને જ જાણે છે તે અવધિજ્ઞાન છે. કહ્યું પણ છે કે
द्रव्याणि मूर्तिमन्त्येव, विषयो यस्य सर्वतः।।
નૈવાહિતં જ્ઞાનં, તરાધક્ષમ છે ? | ઇતિ છે જેને વિષય સર્વ રૂપી દ્રવ્ય છે. અને નિયતિરહિત અર્થાત્ અધોદિશામાં વિસ્તારથી જાણવાવાળા છે તેને અવધિજ્ઞાન કહે છે. (૬) છઠ્ઠા સમાધિરથાનમાં અવધિદર્શન થાય છે. અવધિદર્શન–નો અર્થ બે પ્રકારનો છે. વધારે સનમ, ગવધિના - ન વા’ અવધિરૂપી દર્શન અથવા અવધિથી દર્શન, અહીં પ્રથમ વિગ્રહમાં અવધિ– શબ્દનો અર્થ અવધિ-દશનાવરણય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થતા રૂપી દ્રવ્યને સામાન્ય રીતે ગ્રહણ કરવાના સ્વભાવવાળાં દર્શન ઉત્પન્ન થાય છે (૭) સાતમા સમાધિસ્થાનમાં મન:પર્યવજ્ઞાન થાય છે. અઢીદ્વીપરૂપ મનુષ્યક્ષેત્રમાં અર્થાત જમ્બુદ્વીપ ધાતકીખંડ પુષ્કરાદ્ધમાં રહેવાવાળા મને લબ્ધિવાળા પંચેન્દ્રિય મનુષ્ય આદિના મનમાં રહેલા ભાવને અથવા ઘટ પટ આદિ પદાર્થને જાણવા માટે પૂર્વમાં ઉત્પન્ન ન થયું હોય એવું મન:પર્યવજ્ઞાન- મનમાં રહેલી સમસ્તવસ્તુવિષયનું જ્ઞાન કે જે વિશિષ્ટરૂપથી થાય છે તેને સામાન્ય જ્ઞાનની સાથે અભેદ રહે છે અર્થાત આ જ્ઞાનમાં વસ્તુનો નિર્ણય વિશેષ- રૂપથીજ થાય છે. સામાન્યરૂપથી નહિ. તેથી એ તાત્પર્ય નિકળે છે કે-મનમાં રહેલા પદાર્થને વિષય કરવાવાળું બોધરૂપ જ્ઞાન, જેમકે-નીલઘટ પણ ઘટજ છે.
અથવા–“નઃ શબ્દનો અર્થ લક્ષણથી “મનમાં રહેલો પદાર્થ એ અર્થ થાય છે. મન=મનોવત્તી પદાર્થને અવતિ=વિષય કરે છે તે મન:પર્યવ છે એવા જ્ઞાનને મન:પર્યવજ્ઞાન કહેવાય છે. અર્થાતુ મનુષ્યક્ષેત્રમાં રહેવાવાળા સંજ્ઞિપંચન્દ્રિયના મગત પદાર્થોના વિષય કરવાવાળું જ્ઞાન મન:પર્યવજ્ઞાન છે.
અથવા–“ના” શબ્દનો અર્થ મનનું સમગૂ જ્ઞાન એ થાય છે. મન વિષયના સમ્યક્ બેધરૂપ જ્ઞાન મન:પર્યવજ્ઞાન કહેવાય છે, તે ઉત્પન્ન થાય છે. (૮)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૪૩