________________
શાસ્ત્રપરિચય
એ પાંચમાંથી પ્રથમ (૧) નિરયાવલિકા સૂત્રમાં નરકાવાસોનું તથા તેમાં ઉત્પન્ન થનારા મનુષ્ય તથા તિર્યંચનું વર્ણન છે.
(૨) દ્વિતીય-કપાવલંસિકા સૂત્રમાં સૌધર્મ આદિ બાર દેવલોકમાં કલ્પ પ્રધાન ઈદ્રસામાનિક આદિ મર્યાદાયુક્ત કપાવતંસક વિમાનનું તથા તપ વિશેષથી તેમાં ઉત્પન્ન થનારા દેવનું તથા તેમની અદ્ધિનું વર્ણન છે.
(૩) તૃતીય-પુપિતા સૂત્રમાં જેમણે સંયમ ભાવનાથી વિકસિત હૃદયપૂર્વક સંયમ લીધે, પછી તેની આરાધનાને પરિત્યાગ કરવામાં શિથિલ થઈ જતાં લાન અવસ્થા પ્રાપ્ત થઈ અને ફરી સંયમની આરાધના કરી પુષિત અને સુખી બન્યા તેનું વર્ણન છે.
(૪) ચોથાં પુષ્પચૂલિકા–સૂત્રમાં અગાઉ કહેલા અર્થનું જ વિશેષ વર્ણન છે.
(૫) પાંચમાં વૃષ્ણિદશા-સૂત્રમાં અન્ધકવૃષ્ણિરાજાના કુળમાં ઉત્પન્ન થનારાની અવસ્થા, ચરિત્ર, ગતિ તથા સિદ્ધિગમનનું વર્ણન છે.
નિરયાવલિકા–અંતકૃતદશાંગનું ઉપાંગ છે, કલ્પાવત સિકા, એ અનુરોપ– પાતિક દશાંગનું, પુપિકા પ્રશ્નવ્યાકરણનું, પુષ્પલિકા, એ વિપાક સૂત્રનું તથા, વૃષ્ણિદશા, એ દૃષ્ટિવાદનું ઉપાંગ છે. પા
શ્રી નિરયાવલિકા સૂત્ર