________________
પ્રકારે કહ્યું–હે દેવાનુપ્રિય ! આભિષેકય (પટ્ટ) હાથીરત્નને તથા બીજા હાથી ઘેડા રથ આદિ તૈયાર કરી લઈ આવે. કૃષ્ણવાસુદેવની એવી આશા સાંભળીને તે કૌટુંબિક પુરૂષ જલદી હાથી ઘોડા રથ આદિને તૈયાર કરી લઈ આવ્યા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ સ્નાનઘરમાં ન્હાવા ગયા. સ્નાન કરી બધાં ઘરેણાંથી વિભૂષિત પિતાના આભિષેકય પટ્ટ હાથી ઉપર ચડ્યા. અને તેમને શુભ શુકનને માટે આઠ આઠ માંગલિક વસ્તુઓ દેખાડવામાં આવી. ત્યાર પછી કૃષ્ણવાસુદેવ કેણિકની પેઠે ઢળાઈ રહેતાં શ્વેત ચામથી સુશોભિત તથા સમુદ્રવિજય પ્રમુખ દશદશાહથી માંડીને યાવત્ સાર્થવાહ આદિથી ઘેરાયેલ તથા સર્વે પ્રકારના વૈભવ સાથે, ભેરી વગેરે વાજાંના શબ્દોથી દિશાઓને મુખરિત કરતા દ્વારાવતી નગરીની વચ્ચેવચ્ચથી ચાલતા ભગવાન અહંત અરિષ્ટનેમીની પાસે પહોંચ્યા અને ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કર્યા અને સેવા કરવા લાગ્યા.
ત્યાર પછી તે નિષદ કુમારે પણ પિતાના ઊંચા મહેલમાં શબ્દાદિ વિષયને સુખાનુભવ કરતા થકા મનુષ્યને માટે કેલાહલ સાંભળે. તેમને જીજ્ઞાસા થઈ કે શું વાત છે? પૂછવાથી ખબર પડી કે ભગવાન અહંત અરિષ્ટનેમિ અહીં પધાર્યા છે અને જનતા તેમનાં વંદન-દર્શન માટે જાય છે. તેથી આ કોલાહલ થાય છે. આ જાણુને જમાલીની પેઠે તે પણ ભગવાનનાં દર્શન માટે આવ્યા અને આદક્ષિણ પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કર્યા. પછી ધર્મનું શ્રવણ કરી તેને હદયમાં અવધારણ કરીને વંદન નમસ્કાર કરી આ પ્રકારે કહ્યું –
હે ભદન્ત ! હું નિન્ય પ્રવચન ઉપર શ્રદ્ધા રાખું છું. ત્યાર પછી તે ચિત્ત પ્રધાનની પેઠે શ્રાવક ધર્મને સ્વીકાર કરીને પોતાને ઘેર પાછો આવ્યો.
તે કાળ તે સમયે અહંતુ અરિષ્ટનેમિના અન્તવાસી ઉદાર પ્રધાન એજસ્વી વરદત્ત નામે અનગાર ધર્મધ્યાન કરતા એકાન્તમાં બેઠા હતા. ભગવાનની પાસે આવેલા નિષથ કુમાર ને જોઈને તેને જીજ્ઞાસા અને કૌતુહલ ઉત્પન્ન થયું. અને ભગવાનને આ પ્રમાણે પૂછ્યું:–હે ભદન્ત! નિષષ કુમાર ઈષ્ટ છે. ઈષ્ટરૂપ છે,
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૩૬