________________
એક દિવસમાં તેનાં લગ્ન થયાં અને પચાસ પચાસ દહેજ મળ્યા. પછી પૂર્વ જન્મ ઉપાર્જિત પુણ્યથી મળેલાં પાંચે ઈન્દ્રિનાં સુખને અનુભવ કરતો તે પિતાના મહેલમાં આનંદ ઉત્સવમાં રહેવા લાગે. (૧).
તંd at ' ઇત્યાદિ.
તે કાળ તે સમયે દશ ધનુષના જેટલાં પ્રમાણ (માપ) ના શરીરવાળા ધર્મના આદિકર અહંતુ અરિષ્ટનેમી તે દ્વારકા નગરીમાં પધાર્યા. પરિષદુ તેમના દર્શન નિમિત્તે પિતપોતાને ઘેરથી નીકળી. ભગવાનના આવ્યાના સમાચાર સાંભળી કૃણવાસુદેવે હૃષ્ટ તુષ્ટ હૃદયથી કૌટુંબિક પુરૂષને બોલાવ્યા અને આ પ્રકારે આજ્ઞા આપી.
હે દેવાનુપ્રિય ! જલદી જઈને સુધમાં સભાની સામુદાનિક ભેરી (વાજું ) વગાડે. જે ભેરીને વગાડવાથી જનસમુદાય એકત્રિત થઈ જાય તેને સામુદાનિક ભેરી કહે છે. કૃષ્ણવાસુદેવ તરફથી આ પ્રકારે આજ્ઞા મળતાં તે કૌટુંબિક પુરૂષ તેમની આજ્ઞાને સ્વીકાર કરી જ્યાં સામુદાનિક ભેરી હતી ત્યાં ગયા અને ત્યાં જઈને સામુદાનિક ભેરી ખૂબ જોરથી વગાડી. તે બહુ જોરથી વગાડવાથી સમુદ્રવિજય પ્રમુખ દશ દશાથી માંડીને રુકિમણી આદિ દેવિઓ તથા અનંગસેના આદિ અનેક સહસ્ત્ર ગણિકાઓ તથા બીજા રાજા ઈશ્વર, તલવર, માડમ્બિક કૌટુંબિક અને સાર્થવાહ આદિ સ્નાન તથા સ્વમનાં નિવારણ માટે મસી તિલક કરીને બધાં ઘરેણાંથી વિભૂષિત થઈને પિતા પોતાના વૈભવ પ્રમાણે સત્કાર સામગ્રીઓ લઈને ઘેડા વગેરે ઉપર સવારી કરીને પોતાના નોકર-ચાકર સાથે જ્યાં કૃષ્ણવાસુદેવ હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને હાથ જોડી કૃષ્ણવાસુદેવને જયવિજય શબ્દથી વધાવ્યા. ત્યાર પછી કૃષ્ણવાસુદેવે પિતાના કૌટુંબિક પુરૂષને બેલાવી આ
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૩૫