________________
“તUM તાગો” ઈત્યાદિ.
ત્યાર પછી તે સુવ્રતા આર્યાએ કોઈ સમયે પૂર્વાનુમૂવી વિચરણ કરતાં કરતાં પાછી બિભેલ સન્નિવેશમાં આવશે અને વસ્તીની આજ્ઞા લઈ ત્યાં તપસંયમથી આત્માને ભાવિત કરતી રહેશે. ત્યાર પછી તે મા બ્રાહ્મણી તે આર્થીઓના આવવાના સમાચાર મળતાં હુષ્ટ તુષ્ટ હૃદયથી સ્નાન કરી તથા ઘરેણાં આભૂષણથી વિભૂષિત થઈ અગાઉની જેમ તે આયીઓની પાસે જઈને વંદન નમસ્કાર કરશે અને વંદન નમસ્કાર કરી ઘર્મ સાંભળીને તે આર્યાઓને કહેશે-હે દેવાનુપ્રિયે ! હું રાષ્ટ્રકૂટને પૂછીને આપની પાસે મુંડિત થઈને પ્રવજ્યા લેવા ચાહું છું તે આર્યાં તેને કહેશે હે દેવાનુપ્રિયે ! તને જે પ્રકારે સુખ થાય તેમ કર પ્રસાદ ન કર. ત્યાર પછી સેમા બ્રાહ્યણું તે આર્યાઓને વંદન નમસ્કાર કરી તેમની પાસેથી પિતાના ઘરમાં રાષ્ટ્રકૂટની પાસે આવશે. આવીને હાથ જોડી રાષ્ટ્રકૂટને અગાઉની જેમ પૂછશે કે –હે દેવાનુપ્રિય ! મારી ઈચ્છા છે કે હું તમારી આજ્ઞા લઈને સુત્રતા આર્થીઓની પાસે પ્રત્રજિત થાઉં. આ વાત સાંભળી રાષ્ટ્રકૂટ કહેશે:હે દેવાનુપ્રિયે ! જેમ તને સુખ થાય તેમ કર. આ કાર્ય કરવામાં પ્રમાદ ન કર. ત્યાર પછી તે રાષ્ટ્રકૂટ વિપુલ (ઘણું) અન્નપાન, ખાદ્યસ્વાદ્ય ચાર પ્રકારના ભેજન બનાવરાવી પોતાના મિત્ર, જ્ઞાતિ, સ્વજન બંધુઓને આમંત્રણ આપશે અને આદર સત્કાર સહિત તેમને ભોજન કરાવશે. જે પ્રકારે આગલા ભવમાં સુભદ્રા આર્ચા થઈ હતી તેજ પ્રકારે આ પણ આર્યાં થઈને ઈર્યાસમિતિ આદિથી યુક્ત થઈ યાવતુચુસ્ત બ્રહ્મચારિણી થશે. ત્યાર પછી તે સેમાં આર્યા તે સુવ્રતા આર્થીઓની પાસે સામાયિક આદિ અગીયાર અંગેનું અધ્યયન કરશે અને ઘણાંએ તપ-8, અષ્ટમ, દશમ, દ્વાદશમ આદિ તપથી આત્માને ભાવિત કરતી ઘણાં વર્ષો સુધી દીક્ષા પર્યાયનું પાલન કરી પછી માસિકી સંબેલનાથી સાઠ ભક્તોને અનશન દ્વારા (ઉપવાસથી) છેદન કરી પિતાનાં પાપસ્થાનના આલોચન અને પ્રતિકમણ કરી સમાધિને પ્રાપ્ત થઈ કાલ માસમાં કોલ કરી દેવેન્દ્ર શકની સામાનિક દેવ
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૨૦