________________
હે ગૌતમ ! આ ખડુપુત્રિકા દેવી જમ્મૂદ્રીપની અંદર ભરત ક્ષેત્રમાં વિન્ધ્ય પર્વતની પાસે વિષેલ ( સન્નિવેશ ) ગામમાં બ્રાહ્મણની કન્યા થઇને જન્મ લેશે. ત્યાર પછી તેનાં માતાપિતા અગીયાર દિવસ વીતી ગયા પછી બારમે દિવસે પેાતાની છેકરીનું નામ સામા રાખશે. તે સામા ખાલભાવ છેડી વિષય સુખનાં પિજ્ઞાનવાળી યૌવન અવસ્થામાં પ્રવેશ કરશે ત્યારે રૂપચૌવન–લાવણ્યથી ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીરવાળી થશે.
ગૌર આદિ સુંદરવર્ણ વાળા આકારને ‘રૂપ ' કહે છે. મેાતીની અંદરની ચમકના જેવી શરીરની ચમક થાય તેને લાવણ્ય કહે છે.
ત્યાર પછી માતાપિતા, બાલ્યાવસ્થા વીતી ગયા પછી ચૌવન અવસ્થામાં આવેલી તે સામા ખાલિકાને વિષય સુખી અભિજ્ઞ ( જાણીતી ) થયેલી જાણી નિશ્રિત દેવાયાગ્ય દ્રવ્ય તથા પ્રિય વચન સાથે પેાતાના ભાણેજ રાષ્ટ્રકૂટની સાથે તેના વિવાહ કરશે તે સામા તેની ઈષ્ટા કાંતા અને વલ્લભા થશે અને તે, સામાની આભૂષણના કરડકની પેઠે, તેલનાં સુંદર વાસણની પેઠે યત્નપૂર્વક રક્ષા કરશે. વસ્ત્રોની પેટીની પેઠે તેને સારી રીતે રાખશે અને ઇન્દ્રનીલ આદિ રત્ન કર ડકની પેઠે પ્રાણથી પણ વધારે મહત્વ દઇને તેની રક્ષા કરશે. તથા તેને વાત પિત્ત આદિ રાગ તથા આતંક પણ સ્પર્શ ન કરી શકે એવી રીતે હમેશાં રક્ષા કરવાની વ્યવસ્થા કરતા રહેશે. ત્યાર પછી તે સામા દ્વારિકા રાષ્ટ્રકૂટની સાથે વિપુલ ભેગાને ભાગવતી દર વરસે એક એક સંતાનનાં જોડલાને જન્મ દેશે અને તે સેાળ વર્ષોમાં ખત્રીસ ખાળક આાળકીઓની મા થઇ જશે. પછી નાનાં મોટાં બાળકાથી તે સામા બ્રાહ્મણી તંગ થઇ જશે. તેનાં એ બચ્ચાંઓમાં કાઇ થેાડાજ કાળમાં જન્મેલાં બચ્ચાં ઉત્તાન થઈને સુઈ રહેશે, કેાઇ રાડા પાડીને રાવા લાગશે, કાઇ ચાલવાની ઇચ્છા કરશે, કાઇ ખીજાનાં ફળીયામાં જતું રહેશે, અથવા કેાઈ અચ્ચું સારી રીતે ચાલશે. કાઈ ખાળક ઉત્સાહ કરશે, કાઇ પડશે, કાઇ ખચ્ચુ
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૧૬