________________
મહુ કિંમતવાળી અને ઓછા વજનવાળી વસ્તુને કાઢી લે છે અને તેને સુરક્ષિત રાખે છે તેવીજ રીતે હું મારા આત્મા-કે જે મારા ઈષ્ટ છે—કાન્ત છે–પ્રિય છે— સંમત=સમ્માનિત છે, અનુમત=હુ પ્રેમથી સુરક્ષિત છે, મહમત છે=અનેક પ્રકારથી લલિત પાલિત છે, તેને ઠંડી, ગરમી, ભૂખ, તરસ, ચાર, સિંહ, સર્પ, ડાંસ, મચ્છર, તથા વાત, પિત્ત, કફ્ વગેરે રોગ, પરીષહ, ઉપસર્ગ કાઈ નુકશાન પહાંચાડી ન શકે તથા મારા આત્મા પરલાકમાં હિતરૂપ, સુખરૂપ, કુશલરૂપ તથા પરમ્પરાથી કલ્યાણરૂપ રહે તે માટે હું તમારી પાસે મુડિત થઇને પ્રત્રજિત બનું છું. હું પ્રતિલેખના આદિ ક્રિયાને શીખીશ. આપની આજ્ઞાથી સંયમની બધી ક્રિયાએનું પાલન કરીશ. આ પ્રકારે તે સાર્થવાહી દેવાનન્દાની પેઠે પ્રત્રજિત ખની અને આર્યા થઇ ગઇ તથા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિએથી યુક્ત થઈને બધી ઇન્દ્રિઓનું દમન કરીને તે ગુપ્ત બ્રહ્મચારિણી થઇ ગઇ. ॥ ૪ ॥
"
સપનું સા’ ઇત્યાદિ
ત્યાર પછી તે સુભદ્રા આર્યો એક વખત ગૃહસ્થનાં ખાલબચ્ચાં ઉપર પ્રેમ
કરવા લાગી અને પ્રેમના આવેશમાં તે ખચ્ચાંને માટે તે આર્યા, ચાળવા માટે તેલ, શરીરના મેલ દૂર કરવા માટે ઉબટન ( પીઠી), પીવા માટે પ્રાસુક પાણી, તે બચ્ચાંના હાથ પગ રંગવા માટે મેંદી વગેરે રંજક દ્રવ્ય, કંકણુ=હાથમાં પહેરવા માટે કડાં, ખગડી, અંજન=કાજળ, વણુ ક=ચન્તન આદિ, ચૂર્ણ કે“સુગન્ધિત દ્રવ્ય, ખેલક=રમવા માટે પૂતળીએ આદિ રમકડાં, ખાવા માટે ખાજા, પીવા માટે દૂધ તથા માલા ( હાર ) ને માટે અચિત્ત ફૂલ, આ બધી વસ્તુએ મેળવવાની શેાધ કરતી હતી. પછી તે ગૃહસ્થાના છેકરા, છેકરીઓમાંથી, કુમાર કુમારિકા
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૧૨