________________
ગૌતમ સ્વામીએ આવા પ્રશ્નો પૂછવાથી ભગવાને કહ્યું:—
C
‘વ વહુ' ઇત્યાદિ,
હે ગૌતમ ! તે કાલ તે સમયે વારાણસી નામે નગરી હતી. તે વારાણસી નગરીમાં આમ્રશાલવન નામના ઉદ્યાન (ખાગ) હતા. તે નગરીમાં ભટ્ઠ નામને સાર્થવાહ રહેતા હતા કે જે ધનધાન્યાદિથી સમૃદ્ધ અને ખીજાથી અપરિભૂત ( અછત ) હતા. તે ભદ્રે સાર્થવાહની સ્ત્રીનું નામ સુભદ્રા હતું જે સુકુમાર હાથપગવાળી હતી. પરંતુ તે વાંઝણી હતી. એટલે તેને એક પણ સંતાનને જન્મ આપ્યા નહાતા કેવળ જાનુ અને કૂપરની માતા હતી. અહીં “ જાનુકૂ રમાતા ” ના એવા અર્થ થાય છે કે જેનાં સ્તનાને કેવળ ગાઢણ અને કોણીઓ જ સ્પ કરતી હતી નહિ કે સન્તાન. અથવા અહીં ‘જાનુકૂપરમાત્રા' એવી પણ છાયા થાય છે—એના અર્થ એવા થાય છે કે જેના જાનુ અને કૂપર એટલે ખાળા અને હાથ ખીજાના પુત્રાને લાડ પ્યારમાં જ સમર્થ હતા, નહિ કે પેાતાના પુત્રાને લાડ પ્યારમાં, કારણ કે તેને પોતાનું કાઇ સંતાન નહાતું.
:
ત્યાર પછી એક વખત પાછલી રાત્રિમાં કુટુંબ જાગરણા કરતાં તે સુભદ્રા સાવાહીના હૃદયમાં આ એક એવી પ્રકારને આધ્યાત્મિક, ચિતિત, પ્રાર્થિત, અને મનેાગત સંકલ્પ ઉત્પન્ન થયા કે હું ભદ્ર સાર્થવાહની સાથે અનેક પ્રકારના શબ્દ આદિ વિપુલ ભાગોને ભેગવતી વિચરૂં છું પણ આજ સુધી મને એક પણ સંતાન થયું નથી. તે માતાને ધન્ય છે-તે પુણ્યશીલ છે તેમણે પુણ્ય મેળવ્યુ છે તેમનું સ્ત્રીપણું સફલ છે અને તે માતાઓના, પેાતાના મનુષ્ય જન્મ અને જીવનનું ફળ સારી રીતે મેળવ્યુ` છે કે જે માતાએ, પાતાના ઉત્તરથી ઉત્પન્ન, સ્તનનાં દૂધના લાભવાળાં, કાનાને લલચાવનારી વાણી ખેલ મા–મા એવા હૃદય સ્પશી શબ્દ
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૦૬