________________
દારક અને દારિકાઓ (મોટી ઉમરવાળાં છોકરા છોકરીઓ) તથા ડિમ્ભક ડિસ્મિકા (નાના નાના બાળકે અને બાળિકાઓ)ને પિતાની વૈક્રિયિક શક્તિથી બનાવે છે અને સૂર્યાલદેવની પેઠે નાટયવિધિ બતાવીને ચાલી જાય છે તેના ગયા પછી ભગવાન ગૌતમે “ભદન્ત” એવું સાધન કરી ભગવાન મહાવીરને વંદન તથા નમસ્કાર કર્યો અને પૂછયું કે હે ભગવન! આ બહુપુત્રિકાદેવીની દિવ્ય ઋદ્ધિ અને દિવ્ય શુતિ તથા દિવ્ય દેવાનુભાવ કયાં ગયા અને શેમાં સમાઈ ગયા?
ભગવાને કહ્યું –
હે ગૌતમ! તે દેવકૃદ્ધિ તેના શરીરમાંથી નીકળી અને તેમાંજ વિલીન થઇ ગઈ.
ગૌતમે પૂછ્યું:હે ભગવન્! તે વિશાલ દેવઋદ્ધિ તેમાં કેવી રીતે વિલીન થઈ ગઈ? ત્યારે ભગવાન કહે છે
હે ગૌતમ ! જેવી રીતે ઉત્સવ પ્રસંગે એક થયેલો જનસમૂહ વરસાદ વગેરેના કારણથી પર્વત શિખરની પેઠે ઊંચા અને વિશાલ ઘરમાં સમાઈ જાય છે તેજ પ્રકારે આ દેવકુમાર અને દેવકુમારીઓ, વગેરે દેવઋદ્ધિ બહુપુત્રિકાના શરીરમાં અંતહિત થઈ ગઈ.
ગૌતમે વળી પૂછયું:–હે ભદન્ત ! આ બહપુત્રિકા દેવીને આ પ્રકારની દિવ્ય દેવદ્ધિ કેવી રીતે મલી ? અને કેવી રીતે તેને પ્રાપ્ત થઈ અને કેવા પુણ્યથી તેના ઉપભેગમાં આવી છે? વળી તે દ્ધિઓને ભેગવવામાં કેવી રીતે સમર્થ થઈ ? (૧)
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૦૫