________________
ગ્રહણ કરે છે અને પોતાની કાવડ ભરે છે. પછી તેનાં દલ, કુશ, પાંદડાં અને સમિધ ( હેામનાં કાષ્ઠ) એ બધું લઇ જ્યાં પેાતાની પણુ કુટી હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને તેણે પેાતાની કાવડ રાખી. કાવડ રાખીને વેદીને મેાટી કરી અર્થાત્ વેદી બનાવવાનું વિસ્તૃત સ્થાન નિશ્ચિત કર્યું. પછી ઉપલેપન ( લીંપણ ) તથા ક્રીડી આદિ લઘુકાય જીવાની રક્ષાને માટે સમાન કરવા લાગ્યા. પછી દર્ભ તથા કલશને હાથમાં લઈને ગંગાને કાંઠે આવ્યા અને તેમાં પ્રવેશીને સ્નાન કરવા લાગ્યા, તથા જલમજન=ડુબકી લગાવવું, જલક્રીડા=તરવું, અને જલાભિષેક કરવા લાગ્યા. પછી આચમન કરીને સ્વચ્છ અને અત્યંત શુદ્ધ થઇને, દેવતા તથા પિતૃએનાં કર્મો કરીને, દર્ભ તથા કલશ હાથમાં લઈને, ગંગા મહાનદીમાંથી ખહાર નીકા. અને પેાતાની કુટીમાં આવ્યા. ત્યાં આવીને દર્ભ અને કુશને એક તરફ રાખે છે તથા રેતીથી વેદી અનાવે છે. પછી રા=નિમન્થન કાઇ, જે અગ્નિ માટે ઘસવામાં આવે છે, તે તથા પિ=નિર્સ અમાન કાઇ, જેના ઉપર અગ્નિ ઉત્પન્ન કરવા માટે ‘રાજ’ ઘસાય છે તે તૈયાર કરે છે. અને શરક દ્વારા અરણીનું સન્થન કરે છે. મન્થન કરી તેમાંથી અગ્નિ પ્રગટ કરે છે અને ફુંક મારી તેને સળગાવે છે. તેમાં સમિધોનાં કાષ્ઠ નાખીને પ્રજવલિત કરે છે. અગ્નિ પ્રજવલિત કરીને અગ્નિની જમણી ખજુમાં સાત અંગે (વસ્તુઓ ) નું સ્થાપન કરે છે— જેવાકે :~~~ (૧) સકસ્થતાપસાનું એક ઉપકરણ વિશેષ, (૨) વલ્કલ (૩) સ્થાન, (૪) શય્યાલાંડ, (૫) કમંડળ, (૬) લાકડીના ઈંડ તથા (૭) આત્મા અર્થાત પેાતાને અગ્નિની જમણી બાજુએ રાખે.
આ પ્રમાણે બધી વસ્તુએને યથાસ્થાન રાખી મધ, ઘી તથા ચાખાથી અગ્નિમાં હવન કરે છે. ==ઘીથી ચાપડીને હેવનને માટે રાંધવાના ચાવલ સીઝાવે છે. ચરૂને સિઝાવી નહિ વૈશ્વરેવ (નિત્ય યજ્ઞ) કરે છે. પછી અતિથિને જમાડી પાતે ભાજન કરે છે. (૫).
શ્રી નિરયાવલિકા સૂત્ર
૯૭