________________
હવે મારે માટે યોગ્ય છે કે હું રાત્રિ પુરી થઈ જ્યારે સવાર પડે ત્યારે વારાણસી નગરીની બહાર ખૂબ આંબાના વૃક્ષને બગીચ બનાવું તથા માતુલિંગ=બિરા, વેલ, કપિત્થ, ચિચા=આમલી તથા કુલની વાડી બનાવું. આ પ્રકારે વિચાર કરે છે.
રાત્રિ વીતી સૂર્યોદય થતાં જ તેણે વારાણસી નગરીની બહાર આંબાના બગીચાથી માંડીને કુલની વાડી સુધી બધું બનાવ્યું અને તે બગીચા હળવે હળવે સંરક્ષિત અને સંગેપિત થઈ પૂર્ણ રૂપમાં બગીચા થઈ ગયા. લીલા, લીલીછમ કાન્તિવાળા, પાણીથી ભરેલા મેઘવૃન્દ (વાદળાં) હોય તેવા ઘનીભૂત રંગવાળા, પ તથા પુષ્પવાળા અને ફળવાળા હોવાથી તથા હરિયાળા હેવાથી બહુ શોભાયમાન દેખાવા લાગ્યા. (૩).
“Ruri તર” ઈત્યાદિ.
ત્યાર પછી કોઈ બીજે વખતે કુટુંબ જાગરણ કરતાં કરતાં તે સોમિલ બ્રાહ્મણના હૃદયમાં આ પ્રકારને આધ્યાત્મિક-આત્મ વિચાર ઉત્પન્ન થયે કે મેં વ્રત આદિ કર્યા, યજ્ઞસ્તંભ ખેડ અને હું વારાણસી નગરીના બહુ ઊંચા કુળમાં જન્મેલો બ્રાહ્મણ છું. મેં વારાણસી નગરીની બહાર ઘણા આંબાના બગીચાથી માંડીને કુલવાડી સહિત બનાવ્યાં છે. હવે મારે માટે યોગ્ય છે કે રાત વીતી ગયા પછી પ્રાતઃકાલ થતાંજ ઘણી જ લોઢાની કડાઈઓ, કડછીએ આદિ તથા તાપને માટે તાંબાના વાસણ બનાવીને ખૂબ ખાવાપીવાના ખાદ્ય-સ્વાદ્ય પદાર્થો બનાવરાવીને મારા મિત્ર અને જ્ઞાતિબંધુઓ આદિને આમંત્રણ આપું.
પછી તે બ્રાહ્મણે તે પ્રમાણે વાસણ બનાવરાવી ખૂબ ખાનપાન ખાદ્ય-સ્વાદ્ય તૈયાર કરાવી પોતાના મિત્ર અને જ્ઞાતિબંધુઓને આમંત્રણ આપ્યું ને જમાડયા તથા તેમનું સન્માન કરી તે મિત્ર-જ્ઞાતિ-સ્વજન બંધુઓની સામે પિતાના મોટા પુત્રને બેલાવી કુટુંબને ભાર તેના ઉપર નાખી, પિતાના તે સઘળા મિત્ર-જ્ઞાતિ બંધુઓને પૂછી હું ઘણી લેઢાની કડાઈએ, કડછીએ તથા તાંબાનાં બનાવેલાં
શ્રી નિરયાવલિકા સૂત્ર