SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ છે તેમાં ચન્દ્રાદિની પ્રાપ્તિ થવાથી પેગ બની જાય છે. અને મંડળચછેદ સીમા વિષ્કભાદિમાં સાત જન જેટલું હોય છે. હવે ગૌતમસ્વામી સૂર્યની ભાગાત્મિક ગતિના સંબંધમાં પ્રશ્ન કરે છે– “gri સૂરિ વચારું માનસારું જીરું હે ભદંત ! એક મુહૂર્તમાં સૂર્ય કેટલા સે ભાગ સુધી જાય છે? એના જવાબમાં પ્રભુ કહે છે–ોચમા = = મંઢ ૩યäમિત્તા ચારચા, તરણ મંત્રવિણ માસ તીરે માલણ જરૂ” હે ગૌતમ ! સૂર્ય જે જે મંડળને પ્રાપ્ત કરીને પોતાની ગતિ કરે છે તે તત્ તત્ મંડળ પરિક્ષેપના ૧૮૩૦ ભાગે સુધી ગતિ કરે છે. અહીં મંડળોના ૧ લાખ ૯ હજાર ૮ સે ભાગેને વિભક્ત કરીને તે સૂર્ય આટલા ભાગ સુધી જાય છે-ગતિ કરે છે. આમ સમજવું જોઈએ. આને ભાવ આ પ્રમાણે છે કે ૬૦ મુહુર્તો વડે ૧૦૯૮૦૦ મંડળ ભાગે પ્રાપ્ત થાય છે તે એક મુહૂર્ત વડે કેટલા મંડળ ભાગ પ્રાપ્ત થશે? તે એ વાતને જાણવા માટે અહીં કૅરાશિ કરવી જોઈએ. વિધિમાં ત્રણ રશિયાની સ્થાપના આ પ્રમાણે કરવી પડે છે. ૬૦/૧૦૯૮૦૦૦૧ હવે અહીં અંતિમ રાશિ ૧ વડે મધ્યની રાશિ જે ૧૦૯૮૦૦૦ છે તેને ગુણિત કરવાથી ૧૦૯૮૦૦૦ સંખ્યા આવે છે. કેમકે ૧ થી ગુણિત થયેલી સંખ્યામાં કઈ પણ જાતનું પરિવર્તન થતું નથી. પછી અંતિમ રાશિથી ગુણિત થયેલી મધ્યની રાશિમાં ૬૦ ને ભાગાકાર કરવો જોઈએ. તેનાથી ૧૮૩૦ લબ્ધ થાય છે. આ પ્રમાણે સૂર્ય એક મુહૂર્તમાં એક મંડળના ૧૮૩૦ ભાગે સુધી જાય છે. હવે ગૌતમસ્વામી નક્ષત્રની ભાગાત્મિક, ગતિને જાણવા માટે પ્રભુને “જાને અંતે ! મુદત્તે વરૂયાણ માનસારૂં એવી રીતે પ્રશ્ન કરે છે કે હે ભદંત! નક્ષત્ર એક મુહૂર્તમાં મંડળના કેટલા સે ભાગો સુધી ગતિ કરે છે? એના જવાબમાં प्रभु ४३ छ-'गोयमा ! जं जं मंडलं उवसंकमित्ता चार चरइ तरस तस्स मंडलपरिक्खेवस्स બારસ વાતરે મારા પાર” હે ગૌતમ ! નક્ષત્ર જે જે મંડળને પ્રાપ્ત કરીને પોતાની ગતિ કરે છે તે તત્ તત્ મંડળ પરિક્ષેપના ૧૮૩૫ ભાગે સુધી ગતિ કરે છે. સયસરળ ટ્રાવણ ૨ સર્િ છેતા' અહીં જે એક મંડળના ૧૮૩૫ ભાગે કહેવામાં આવેલા છે તે સમસ્ત મંડળના ૧ લાખ ૯ હજાર ૮ સે ભાગોને વિભક્ત કરીને કહેવામાં આવેલા છે. અહીં પણ રાશિત્રયની સ્થાપના કરવી જોઈએ. તે આ પ્રમાણે થશે. ૧૮૩૫/૧૮૩૦/૨ હવે અંતિમ રાશિરૂ૫ બે ની સાથે મધની રાશિ ૧૮૩૦ ને ગુણિત કરવાથી ૩૬૬૦ થાય છે. આમાં ૧૮૩૫ને ભાગાકાર કરવાથી ૧ દિવસ-રાત લબ્ધ થાય છે અને શેષ સ્થાનમાં ૧૮૨૫ અવશિષ્ટ રહે છે. આમાં મુહૂર્ત લાવવા માટે ૩૦ ની સાથે ગુણિત કરવાથી ૫૪૭૫૦ મુહૂર્ત આવે છે. આમાં ૧૮૩૦ નો ભાગાકાર કરવાથી ૨૯ મહતે આવે છે, પછી છેવ અને છેદકરાશિમાં ૫ ની સાથે અપવર્તન કર જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ૬૭
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy