SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ અસુરોથી નમસ્કારણીય આદિનાથ પ્રભુ ઉત્પન્ન થયા. એઓ વોઢિg” કૌશલિક હતા, કેમકે એઓ કેશલ નામક દેશ વિશેષમાં અવતરિત થયા હતા. પ્રથમ રાજા હતા, કેમકે અવસર્પિણી કાળમાં નાભિ કુલકર વડે આઝમ થયેલ યુગલિક મનુષ્યએ અને શકોએ સર્વ પ્રથમ એમને અભિષેક કર્યો. અવસર્પિણું કાળના એ સર્વપ્રથમ જિન હતા કેમ કે રાગાદિક પર વિજય મેળવનાર સર્વપ્રથમ એ જ હતા. અથવા રાજય ત્યાગ પછી દ્રવ્ય અને ભાવથી સાધુત્વ ઉત્પન્ન થયા પછી એ પ્રથમ મનઃ પર્યજ્ઞાની હતા કેમ કે એ અવસર્પિણી કાળમાં એઓ મનઃ પર્યયજ્ઞાનના સર્વપ્રથમ અધિકારી થયા - સંકા-જિનપદથી તે સમસ્ત અવધિજ્ઞાનીઓનું સમસ્ત મનઃ પર્યયજ્ઞાનીઓનું અને કેવળ જ્ઞાનીઓનું ગ્રહણ થઈ જાય છે તે પછી અહીં જિન પદ વડે તમે એક મનઃ પર્ય. યજ્ઞાનીનું જ ગ્રહણ શા માટે કર્યું છે? આ શંકાને જવાબ આ પ્રમાણે છે કે જે જિનપદથી અવધિજ્ઞાનીનું ગ્રહણું માનવામાં આવે તે આ સ્થિતિમાં સૂત્રમાં અક્રમબદ્ધતા આવી જશે અને કેવલજ્ઞાનીનું ગ્રહણ માનવામાં આવે તો ઉત્તર ગ્રન્થની સાથે પુનરુકિત દોષ આવી જશે. એથી જ અહી જિંનપદથી ફકત મનઃ પર્યયજ્ઞાનીનું ગ્રહણ કરવામાં આવેલ છે. અવસર્પિણી કાળમાં ફકત એ જ સર્વપ્રથમ કેવલી થયા છે, આદ્ય સર્વજ્ઞ થયા છે, એ એ જ આદ્યાતીર્થંકર પ્રકૃતિના ઉદયવાળા થયા છે, ચતુર્વિધ સંઘના સ્થાપક થયા છે. એ એ જ પ્રથમ ધર્મવર ચાતુરન્ત નકાદિ ગતિઓને અથવા ચાર ગતિએને અને ચાર નરકાદિ ગતિઓને અથવા ચાર કષાયોને જેનાથી નાશ થઈ જાય છે, અથવા ચાર ગતિઓને અને ચાર કષાયોને જે વિનાશ કરે છે, અથવા દાન, શીલ, તપ અને ભાવથી જે રમ્ય છે, અથવા ચાર દાનાદિક “ચત્તોડવા સ્વર ' એ હેમચન્દ્ર કેષના કથન મુજબ અવયવ છે, અથવા જેના સ્વરૂપ છે, તે ચતુરન્ત છે ચતુરન્ત ચાતુરત છે, એ ચાતુરન્ત જ જરા મરણને ઉચ છેદક હોવાથી જન્મ છે, એ જે શ્રેષ્ઠ ચાતુરત ચક્રની અપેક્ષા એમાં શ્રેષ્ઠતા વ્યકત કરવામાં આવી છે કેમ કે એ લેકદ્રવ્યને સાધક હોય છે. ચક્ર છે તે જ ચાતુરન્ત ચક્ર છે. ચ પદથી એવું ચાતુરન્ત ચક્ર ધર્માતિરિકત બીજુ કોઈ નથી. એનાથી સૌગતાદિ ધર્માભાસોને નિરાસ થઈ જાય છે, કેમ કે તેમનામાં યથાથિક પ્રતિપાદકતા નથી. એથી જ તેઓને શ્રેષ્ઠતાનું સ્થાન પ્રાપ્ત થયું તેથી. ધર્મવર ચતુરન્ત ચક્ર મુજબ વર્તવાને જેને સ્વભાવ છે, તે ધર્મ ચાતરક્ત ચક્વત છે. ચકવતી' આ પથી ૬ ખંડના અધિપતિનું સાદેશ્ય વ્યકત કરવામાં આવેલ છે. જે ઉત્તર દિશામાં આવેલ હિમવાનું છે તે અને શેષ દિશાઓમાં ઉપાધિભેદથી વર્તમાન જે સમુદ્ર છે તે આ ભરતખંડની સીમા રૂપમાં છે. વિદ્યમાન છે એમાં જે સ્વામિ રૂપે જે શાસક હોય છે તે ચાતુરન્ત છે, તેમ જ ચકથા એટલે કે રાગ રૂપ પ્રહરણ વિશેષથી વર્તન કરવાને જેને સ્વભાવ છે તે ચકવતી છે. “ જુથમ સ્થાઇ ચમાવાચારોમાં એ “અમરકોષરના વચનાનુસાર ધર્મેન્યાયથી જે ઈતર તીથિયેની અપેક્ષાએ શ્રેષ્ઠ છે, તે ધર્મ વર છે. એ ધર્મવર જે ચાતુરત ચકવતી છે, તે ધર્મવર ચાતુરન્ત ચકવતી છે. એવા તે પ્રથમ રાજન્યાદિ વિશેષણેથી વિશિષ્ટ ભગવાન ઋષભ અહંન્ત નાભિકુલકરની ભાય જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ૧૦૧
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy