________________
ગ્ય કાળ ન હોવા છતાં પણ પુષ્પ અને ફળ આપે સમય વગરજ પુષ્પ ફળ ઉત્પન્ન કરે છે તથા વરસાદ સારી રીતે ચોગ્ય સમયમાં ન થાય એટલે કે જે સંવત્સરમાં મેઘ પણ, ઉચિત કાળમાં વર્ષાદ વરસાવતા નથી આવા પ્રકારના લક્ષણોવાળા સંવત્સરને મહર્ષિ કર્મસંવત્સર એ નામથી કહે છે.
- આ રીતે કર્મસંવત્સરના સંબંધમાં સવિસ્તર પ્રતિપાદન કરીને હવે સૂર્ય સંવત્સરના સંબંધમાં કથન કરે છે–
(पुढविदगाणं च रस पुप्फफलाणं य देइ आइच्चे ।
अप्पेण वि वासेणं समं णिप्फज्जए सस्सं ॥४॥ આદિત્યજ જગતને આત્મા છે, સ્થાવર જંગમાદિને ઉત્પન્ન કરવાવાળો રક્ષક તથા પાવન કરનાર છે. આ નિયમથી જે સંવત્સરમાં પૃથ્વિમાં ઉદક, પુષ્પ અને ફળોની રસોત્પત્તિ વિગેરે બધી જ વસ્તુમાં પ્રાણપૂરક આદિત્યજ હોય છે. સમકાળમાંજ બધે એ પ્રકારની પિષક શક્તિને ઉત્પન્ન કરે છે. તે આદિત્યસંવત્સર છે. તથા અ૯૫ વરસાદથી પણ પરિપૂર્ણ ધાન્યાદિ ઉત્પન્ન થાય છે, અર્થાત્ અંત:સત્વવાળા હોવાથી ધાન્યાદિને ઉત્પન્ન કરે છે. અર્થાત જે સંવત્સરમાં એ પ્રકારના ઉદકના સંપર્કથી સરસ રસથી પરિપૂર્ણ પૃથ્વી સરસ, સગન્ધવતી થાય છે, અને ઉદકપણ પરિણામમાં સુખથી પરિપૂર્ણ સુસ્વાદુ સુંદર રસથી યુક્ત બધા પ્રકારના સ્થાવર જંગમ વિગેરે વસ્તુઓમાં જીવન આપનાર હોવાથી એગ્ય સંજ્ઞાથી યુક્ત જીવન આ અર્થને બંધ કરાવનાર ઉદક હોય છે, તથા બધા પ્રકારના પુષ્પોમાં તથા કેરી, દાડમ, વિગેરે ફળોમાં રસ અધિક પ્રમાણમાં થાય છે, તથા અલ્પ વરસાદથી પણ સર્વત્ર ધાન્યાદિ સારી રીતે થાય છે અર્થાત્ સર્વત્ર સર્વ પ્રકારના સુખ સાધનથી યુક્ત સંવત્સર આદિત્યસંવત્સર છે. આ રીતે પ્રાચીન આચાર્યગણ કહે છે. આ રીતે આદિત્યસંવત્સરના લક્ષણોનું કથન કરીને હવે અભિવદ્ધિત સંવત્સરના લક્ષણે બતાવે છે
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૨
૫૩
Go To INDEX