________________
છે. અર્થાત્ મહાન અત્યધિક કાંતિવાળા હોય છે. મહાબલ શારીરિક અને માનસિક અધિક બળ જેનું હોય એવા હોય છે. મહાયશવાળા સંપૂર્ણ જગતમાં વિસ્તૃત યશવાળા હોય છે. તથા મહા સૌખ્ય અર્થાત્ ભવનપતિ વ્યંતર દેવથી વધારે સુખ સંપન્ન અને મહાનુભાવ અર્થાત્ વૈક્રિય કરણદિ સંબંધી અચિંત્ય શક્તિથી યુક્ત હોય છે. તથા વરવસ્ત્રને ધારણ કરવાવાળા હોય છે. એટલે કે સુંદર અને શ્રેષ્ઠ દિવિભાવિત દિશાઓને પ્રકાશિત કરે તેવા વસ્ત્રો ધારણ કરનારા હોય છે. તથા ઉત્તમ માળાઓને ધારણ કરનારા હોય છે ઉત્તમ પ્રકારના ગંધને ધારણ કરવાવાળા હોય છે. મહા સુખશાલી એટલેકે ભવનપતિ વ્યંતર દેવથી પણ ઉત્તમ પ્રકારના સુખવાળા હોય છે. તથા સુંદર ઉત્તમ પ્રકારના અલંકારેને ધારણ કરવાવાળા હોય છે. એવા તે સૂર્ય ચંદ્ર અવ્યવચ્છિન્ન નયાનુસાર અર્થાત્ દ્રવ્યાસ્તિક નયનામતથી વક્ષ્યમાણ પ્રકારના પિતા પોતાની આયુષ્યને ક્ષય થાય ત્યારે અન્ય અર્થાત પૂર્વોત્પન વિત થાય છે. તથા અન્ય એટલે કે ઉત્પન્ન ન થયલા ઉત્પન્ન થાય છે. તેમ સ્વશિષ્યોને કહેવું.
આ પ્રમાણે સર્વ સમ્મત કાલ વિશેષથી બને સ્થાન વિશેષથી ચંદ્રાદિના વન અને ઉપપાતનું વિશ્લેષણ મેં જે પ્રમાણે કરેલ છે. એજ મારો મત છે. તેમ સમજવું. આ ભગવાનનું વચન હોવાથી આજ પ્રમાણે શ્રદ્ધા કરવી. સૂ. ૮૮ |
સત્તરમું પ્રાભૃત સમામ છે ૧૭ |
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૦૧
Go To INDEX