________________
આચાર્યું પણ કહેલ છે. તે પ્રમાણે સમજી લેવું. વારતવિક રીતે તે અર્ધમંડળજ સમજવું તેથી સૂત્રની ભાવનામાં કંઈપણ વિરોધ આવતું નથી. આ કથનથી એક ચાંદ્રાયણ વક્તવ્યતા પૂર્ણ થાય છે. હવે બીજા ચાંદ્રાયણના સંબંધમાં કથન કરે છે. તેમાં વિશેષતા રહે છે. પહેલા ચાંદ્રાયણમાં જે દક્ષિણભાગથી અભ્યતરાભિમુખ પ્રવેશ કરીને સાત અર્ધ મંડળ તથા ઉત્તરભાગથી અભ્યન્તરાભિમુખ પ્રવેશ કરતો ચંદ્ર છ અર્ધમંડળ પુરા તથા સાતમા અર્ધમંડળીને સડસથિા તેરભાગમાં સંચરણ કરે છે, તેને અધિકૃત કરીને બીજા અયનની ભાવના પણ કરી લેવી. જે અહીં કરવામાં આવે છે. અહીં અયનનું મંડળક્ષેત્ર પરિમાણુ તેર અધમંડળ પુરા અને ચૌદમા અર્ધમંડળના સડસઠિયા તેરભાગ થાય છે. આ પ્રમાણે અવધારણ કરીને ભાવના કરવી. જેમકે પહેલાં કહેલ અયન ઉત્તરદિશામાં પંદરમા સવાંત્યંતર મંડળમાં સડસઠિયા તેરભાગ પર્યન્તના પ્રદેશમાં સમાપ્ત થાય છે તે પછી બીજા અયનમાં પ્રવેશ કરતે સડસઠિયા ચેપન ભાગમાંથી સર્વાત્યંતર મંડળને સમાપ્ત કરીને તે પછી બીજા અધમંડળમાં સાંચરણ કરે છે. તેમાં તેરભાગ પર્યન્તમાં બીજા અયનનું એક અર્ધ મંડળ સમાપ્ત થાય છે. બીજુ અધમંડળ ઉત્તરદિશામાં સર્વત્યંતર મંડળથી ત્રીજા અર્થમંડળમાં તેરભાગ પર્યરતમાં ત્રીજું અર્ધમંડળ દક્ષિણ દિશામાં સ્પષ્ટ થાય છે. ચોથા અર્ધમંડળમાં ચેથું અર્ધમંડળ ઉત્તરદિશામાં પાંચમા અર્ધમંડળમાં પાંચમું અર્ધમંડળ દક્ષિણ દિશામાં છઠ્ઠા અર્ધમંડળમાં, છઠું અર્ધમંડળ ઉત્તરદિશામાં સાતમાં અર્ધમંડળમાં સાતમું અર્ધમંડળ દક્ષિણ દિશામાં આઠમા અર્ધમંડળમાં, આઠમું અર્ધમંડળ ઉત્તરદિશામાં નવમા અર્ધમંડળમાં, નવમું અર્ધમંડળ દક્ષિણદિશામાં દસમા અધમંડળમાં, દસમું અધમંડળ ઉત્તરદિશામાં અગ્યારમાં અર્ધમંડળમાં, અગીયારમું અર્ધમંડળ દક્ષિણદિશામાં બારમા અર્ધ મંડળમાં, બારમું અર્ધમંડળ ઉત્તરદિશામાં તેરમા અર્ધમંડળમાં તેરમું અધમંડળ દક્ષિણદિશામાં ચૌદમા અર્ધમંડળમાં ચૌદમું અર્ધમંડળ તેરમાભાગ પર્યન્તના પ્રદેશમાં સમાપ્ત થાય છે. તે પછી બીજા સડસઠિયા તેરભાગમાં ગમન કરે છે. આટલા કાળમાં બીજું અયન સમાપ્ત થાય છે. ચૌદમામંડળમાં સંક્રમણ કરતે ચંદ્ર પહેલીક્ષણની પછી સર્વબાહ્ય મંડળાભિમુખ ગમન કરતે કરતે સંચરણ કરે છે. તેથી વાસ્તવિક પણાથી કેટલાક ભાગોનું અતિક્રમણ કરીને પંદરમા સર્વબાહ્ય મંડળમાંજ જાય છે. આ રીતે આ અયનમાં પહેલાભાગથી બીજા વિગેરે એકાન્તરિત ચૌદ સુધીના યુગભાવી સાત અર્ધમંડળ ચંદ્રમાથી ગમન કરેલ હોય છે. પૂર્વભાગથી એમ સમજવું. તે પછી પશ્ચિમભાગમાં પણ ત્રીજા વિગેરે એકાન્તરિત તેર પર્યન્તના અયુગ્મ છઅર્ધમંડળ, ચંદ્રથી વ્યાપ્ત થયેલ હોય છે. તેમાં પૂર્વ ભાગમાં અગર પશ્ચિમભાગમાં જે પ્રતિમંડળ સ્વયંસંચરિત અથવા અન્ય દ્વારા સંચરિતમાં ચંદ્રગમન કરે છે. તે કહે છે.–(તા હોવાચળ જે પુરિઝમાં માપ નિવમમાળે સર૩cquળારૂં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX