________________
થાય છે તેનું નિરૂપણ કરવામાં આવે છે. (ાવળ) ઇત્યાદિ બે ગાથા દ્વારા એમ કહ્યું છે કે-યુગના પહેલા સંવત્સરમાં શ્રાવણમાસના કૃષ્ણ પક્ષની એકમે બે પાદ પ્રમાણુવાળી પૌરુષી નિશ્ચિત હોય છે. તેને એકમથી આરંભ કરીને દરેક તિથિના કમથી એટલા સુધી વધે છે કે જ્યાં સુધી સીરમાસના સાડત્રીસ અહોરાત્ર પ્રમાણથી ચન્દ્રમાસની અપેક્ષાથી એકત્રીસ તિથિમાં ચાર આંગળની વૃદ્ધિ થાય છે. આ કેવી રીતે થાય છે? તેને સંબંધમાં કહે છે. જે પ્રમાણે સૂર્યમાસથી સાડાત્રીસ અહોરાત્ર પ્રમાણથી એકત્રીસ તિથી એ રીતે કહી શકાય તેથીજ (ાતીe) ઈત્યાદિ કહેલ છે. જેમ એક તિથિમાં એકત્રીસિયા ચાર ભાગ વધે છે એ પહેલા સવિસ્તર રીતે કહી બતાવેલ છે. દક્ષિણાયન પુરૂં થાય ત્યારે પુરેપુરા ચાર પાદની વૃદ્ધિ થાય છે. તે સાડાત્રીશ અહોરાત્ર પ્રમાણુવાળા અથવા એકત્રીસ તિથિના કથનથી સમજી લેવું આ પ્રમાણે આ વૃદ્ધિ વિષે કથન કરેલ છે. હવે હાનીના સંબંધમાં કહેવામાં આવે છે. (ઉત્તર) ઈત્યાદિ યુગના પહેલા સંવત્સરમાં માઘ માસના કૃષ્ણ પક્ષમાં સાતમ તિથિથી આરંભ કરીને ચારપાદથી દરેક તિથી એકત્રીસ ભાગ અને ચાર પટ્ટ એટલા સુધી જાણવું કે ઉત્તરાષાઢા પર્યાનમાં બે પદની પૌરૂષી થાય આ પ્રમાણે અષાઢ માસમાં થાય છે.એ મૂળ સૂત્રમાં પણ કહેલ છે. અહીં પ્રથમ સંવત્સર સંબંધી વિધી કહી છે.
બીજા સંવત્સરમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની તેરસ તિથિથી આરંભીને વૃદ્ધિ થાય છે. તથા માઘમાસના શુકલ પક્ષની તિથી વૃદ્ધિમાં અધિક કહેલ છે. માઘમાસના કણ પક્ષમાં પ્રતિપદા તિથી ક્ષયમાં પ્રથમ છે. આ કથન કરણ ગાથાને લઈને કહેલ છે, તથા પૂર્વાચાર્યોએ પ્રદર્શિત વ્યાખ્યાનોથી પણ જણાય છે. * હવે આ વિષયને ઉપસંહાર કરતાં કહે છે (યં તુ) ઈત્યાદિ આ પૂર્વોક્ત પ્રકારથી રષીના વિષયમાં વૃદ્ધિ અને ક્ષય કમાનુસાર દક્ષિણાયનમાં અને ઉત્તરાયણમાં સમજી લેવું, આ રીતે અક્ષરાર્થને લઈને કરણગાથા વ્યાખ્યાત કરેલ છે.
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૫૭