________________
શ્રીભગવાન કહે છે. કે તમારા પ્રશ્નનો ઉત્તર સાંભળે જ્યારે ધનિષ્ઠા અપર નામવાળી શ્રાવિષ્ઠી પૂર્ણિમા હોય છે, અર્થાત્ શ્રાવિષ્ઠા નક્ષત્ર યુક્ત પૂર્ણિમા એટલે કે શ્રાવણમાસની પૂર્ણિમા હોય છે, ત્યારે એ પૂર્ણિમાની પછીની અમાસ મઘા નક્ષત્રયુક્ત હોય છે. આ કથનથી કૃષ્ણ પક્ષથી માસને ગણુનાક્રમ પ્રતિપાદિત કરેલ છે. કૃષ્ણ પક્ષથી ગણનાથી દરેક પુનમમાં માસની પૂર્તિ થાય છે. પૂર્ણિમાની સંજ્ઞા પણ નક્ષત્રના સંબંધથી ચંદ્રગને અધિકૃત કરીને જ માસની પૂતિ કરવાવાળી પ્રતિપાદિત કરેલ છે. જેમકે-શ્રાવિષ્ઠી, પ્રૌષ્ઠપદી, આશ્વિની, કાર્તિકી, માર્ગશીષી પોષી માઘી, ફાગુની ચોથી, વિશાખી યેષ્ઠી અષાઢી આ પૂર્ણિમાની પછીના મહીનાઓના પંદર દિવસના અંતરમાં અમાસ આવે છે. તિથિના રોગથીજ ચંદ્રમાસ પ્રતિપાદિત કરવાથી તથા તિથિ પંદર હોવાથી તિથિ
નાક્ષય વૃદ્ધિ શિવાય પંદર કહેલ છે. આનાથીએ સમજાય છે કે જે નક્ષત્રમાં પૂર્ણિમા હોય છે તે નક્ષત્રની પછીના ચૌદમા નક્ષત્રમાં અગર પંદરમા નક્ષત્રમાં અથવા સેળમાં નક્ષત્રમાં એજ માસની અમાવાસ્યા થાય છે. આથી જ્યારે શ્રાવણી પુનમ ધનિષ્ઠા નક્ષત્ર યુક્ત હોય છે. ત્યારે ધનિષ્ઠા નક્ષત્રની પછીથી પંદરમા મઘા નક્ષત્રમાં શ્રાવણમાસની જ અમાસનો સંભવ રહે છે. ત્રણ નક્ષત્રના વેગથી અથવા બે નક્ષત્રના યેગથી શ્રાવિષ્ઠા વિગેરે બાર પૂર્ણિમાના તથા માઘાદિ અમાવાસ્યાઓના નામે ૩૭ સાડત્રીસમા સૂત્રથી ૩૯ ઓગણચાલીસમાં સૂત્રમાં પ્રતિપાદિત કરેલ છે. અને વ્યાખ્યાન પણ કરેલ છે. તેથી બધે પૂર્ણિમાએ અને અમાવાસ્યાઓમાં નક્ષત્રના વેગથી ચંદ્રયોગ એક શ્રાવણદિમાસમાં જ થાય છે. શ્રાવણાદિના સમીપસ્થ સાતમા માઘાદિ માસમાં થતા નથી. જે રીતે પૂર્ણિમાની પછી ચૌદ, પંદર કે સેળમા નક્ષત્રમાં અમાસની સંભાવના થાય છે. એજ રીતે અમાવાસ્યા પછીના ચૌદ, પંદર અગર સોળમાનક્ષત્રમાં એ જમાસની પૂર્ણિમાની સંભાવના રહે છે. નક્ષત્રોની સંખ્યા અઠયાવીસ હોવાથી તથા મહિના અને
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૩૦