________________
મુહૂર્તને દિવસ થાય છે. તથા એક જ વાર બાર મુહૂર્તની રાત હોય છે, પહેલા જ માસમાં અઢાર મુહૂર્તની રાત હોય છે. તે પ્રથમ છ માસના અંત રૂપ અહોરાત્રમાં થાય છે. સાયન મકર રાશિમાં રહેલ સૂર્યથી પહેલા છ માસનો પ્રારંભ થાય છે તથા મિથુન રાશીને સૂર્ય થાય ત્યારે તે સમાપ્ત થાય છે. સાયન કર્ક રાશીમાં સૂર્ય આવે ત્યારે બીજા છ માસનો પ્રારંભ થાય છે. અને ધન રાશીમાં સૂર્યના પ્રવેશ થતાં તે સમાપ્ત થાય છે. અઢાર મુહૂર્તને દિવસ હોતું નથી. તથા એજ પહેલા છ માસમાં બાર મુહૂર્તને દિવસ હેય છે. તે પણ પ્રથમ છ માસના અન્તિમ અહોરાત્રમાં હોય છે. બાર મુહૂર્તની રાત હોતી નથી.
બીજા છ માસમાં એવું થાય છે કે-અઢાર મુહૂર્તને દિવસ થાય છે, તે દિવસ બીજા છ માસના અંત રૂપ અહોરાત્રમાં હોય છે. અઢાર મુહૂર્તની રાત હોય છે. તે પણ એજ બીજા છ માસના અંતરૂપ અહેરાત્રમાં હોય છે. એવું નથી કે બાર મુહૂર્તને દિવસ હોય છે. તથા પહેલા છ માસમાં એમ નથી થતું કે પંદર મુહુતને દિવસ હોય છે. અને એવું પણ નથી હતું કે પંદર મુહૂર્તની રાત્રી હોય તે શું કાયમ જ એમ થતું નથી ? એ પ્રશ્નના સમાધાન માટે કહે છે અન્યત્ર રાતદિવસના વૃદ્ધિ ક્ષય નથી હોતાં તેથી ત્યાં તેમ નથી થતું શવિ દિવસના ક્ષયવૃદ્ધિ થાય ત્યારે જ પંદર મુહૂર્તની રાત અને પંદર મુહૂર્તને દિવસ હોય છે. તે રાત દિવસના વૃદ્ધી ક્ષય કેવી રીતે થાય છે? તેને સમાધાન નિમિત્તે કહે છે, (મુદત્ત ળ વા રોવર બં) પંદર મુહૂર્તની વધઘટથી એટલે કે અહીંયાં એવી રીતે સમજવું જોઈએ કે- પરિપૂર્ણ પંદર મુહૂર્ત પ્રમાણવાળા રાતદિવસ હોય છે. એ જ રીતે (નાથ વાળ વારng) અહીંયાં વાશબ્દ પ્રકારાન્તર સૂચક છે. અન્યત્ર અનુપાતગતિ એટલે વૈરાશિક ગણિતના પ્રમાણાનુસાર ગતિથી પંદર મુહૂર્તને દિવસ અને પંદર મુહૂર્તની રાત હતા નથી. પરંતુ અનુપાત ગતિથી તે એ થાય જ છે. તે અનુપાત ગતિ આ રીતે છે-જે એક વ્યાશીમાં મંડળમાં વૃદ્ધિ કે હાનીમાં છે મુહૂર્ત લભ્ય હોય તે તેનાથી પહેલાં તેની અર્ધગતિમાં ત્રણ મુહૂર્ત થાય છે. એક ચાસીના અર્ધા સાડીએકાણુ થાય છે. એ એકાણુ મંડળ પુરા થાય અને બાણુનું મંડળ અધુ થાય ત્યારે પંદર મુહૂર્ત થાય છે. તે પછી રાત્રીની કલ્પના કરવાથી પંદર મુહૂર્તને દિવસ હોય છે અને પંદર મુહુર્તની રાત હોય છે. બીજી રીતે તેમ થતું નથી (ાણા માળિયદો ) આ ઉપરોક્ત અર્થનો સંગ્રહ કરીને બતાવવાવાળી ગાથા આ સૂર્ય પ્રજ્ઞપ્તિની ભદ્રબાહુવામીએ જે નિર્યુક્તિ કરેલ છે તેનાથી સંબંધિત છે અથવા અન્ય ગ્રંથમાં સુપ્રસિદ્ધ ગાથા કહી છે. તે અહીંયા કડીને સમજી લેવી. પરંતુ તે ગાથા આ સમયે કઈ પણ ગ્રન્થમાં પ્રાપ્ત થતી નથી તેથી તે વિછિન્ન થઈ હોય તેમ સંભાવના થઈ શકે છે. તેથી અહીંયાં તેનું
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧