________________
જઘન્ય બાર મુહૂર્ત પ્રમાણને દિવસ હોય છે.
કહેવાનો ભાવ એ છે કે-સર્વબાહ્યમંડળના ગમનકાળમાં ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત અર્થાત્ પરમ દક્ષિણ દિશામાં ગયેલ સાયનધન સંક્રાન્તિમાં ગયેલ સૂર્ય હોવાથી ઉત્કૃષ્ટ અર્થાત્ પરમાધિક અઢાર મુહૂર્ત પ્રમાણવાળી રાત્રી હોય છે. તથા જઘન્ય બાર મુહૂર્ત પ્રમાણને દિવસ હોય છે. આ કથનથી સર્વબાહ્યમંડળના સંચરણ સમયમાં એટલે કે પહેલા છ માસના અન્તના દિવસમાં દિવસમાન પરમ અ૫ એટલે કે અત્યંત નાનું હોય છે, તથા રાત્રિમાન પરમ અધિક હોય છે. એ જ પ્રમાણે સર્વાત્યંતરમંડળના ગમનકાળમાં અર્થાત્ બીજા છ માસના અંતિમ દિવસમાં દિવસમાન પરમ અધિક હોય છે, અને રાત્રિમાન પરમ અલ્પ હોય છે. આ કથનને આ સારાંશ છે. અહીંયાં જેમ નિષ્ક્રમણ કરતા બેઉ સૂર્યોને જંબુદ્વીપ સંબંધી પ્રકાશવિધિ કમ કમથી હીયમાન કહી છે, તથા સર્વબાહ્યમંડળના અત્યંતર મંડળમાં પ્રવેશ કરતાં અને સૂર્યોની જંબૂદ્વીપની પ્રકાશવિધિ ક્રમ કમથી વધતી જાણવી. જેમ કે બીજા છ માસના બીજા અહેરાત્રમાં સર્વબાહ્યમંડળ પછીના સમી પવતિ બીજા મંડળમાં રહેલ એક સૂર્ય જંબુદ્વિપ નામના દ્વીપના એક પંચમ ચક્રવાલ ભાગને ૩૬ ૬૦ ત્રણ હજાર છસો સાઠ સંખ્યાવાળા ભાગ સહિત બે ભાગ અધિકને પ્રકાશિત કરે છે, અઘોતિત કરે છે, તાપિત કરે છે, પ્રકાશિત કરે છે. તથા અવભાસિત કરે છે. એ જ પ્રમાણે બીજે સૂર્ય પણ એક પંચમ ચક્રવાલ ભાગને ૩૬૬૦ ત્રણ હજાર છસે સાઠ સંખ્યક ભાગ સહિત બે ભાગ અધિક ક્ષેત્રને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે. તાપિત કરે છે અને પ્રકાશિત કરે છે. બીજા છ મારાના ત્રીજા અહેરાત્રમાં સર્વબાહ્યમંડળના પછીના સમીપતિ ત્રીજા અહેરાત્રમાં ત્રીજા મંડળમાં વર્તમાન એક સૂર્ય એક પંચમ ચકવાલ ભાગને ૩૬૬૦ ત્રણ હજાર છસો સાઠ સંખ્યક ભાગ સહિત ચાર ભાગ અધિક ક્ષેત્રને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે. અને પ્રકાશિત કરે છે. એ જ પ્રમાણે બીજે સૂર્ય પણ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૬૦