________________
મુહૂર્તગતિનું જે પરિમાણ ૫૩૦૫ ૨૪ પાંચ હજાર ત્રણસો પાંચ જન તથા એક
જનના સાઠિયા પંદર ભાગ થાય છે. આ પરિમાણને જે છ થી ગુણવામાં આવે તે દૃષ્ટિપથ પ્રાપ્તતાનું યથેક્ત પરિમાણ મળી જાય છે. જેમકે-પ૩૦૫+૬–૩૧૮૩૦ = ૩૧૮૩૧ એકત્રીસ હજાર આઠસે એકત્રીસ જન તથા એક એજનના સાઠિયા ત્રીસ ભાગ યથાક્ત પ્રમાણ મળી જાય છે.
__(तया णं उत्तमकदुपत्ता उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ, जहण्णए दुवालसमुहुत्ते વિવરે મવડું ઘર i gઢને મારે ઘસ ઘટમસ છમાસરસ વનવરાળ) ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટક અઢાર મુહૂર્તની રાત્રી હોય છે અને જઘન્ય બાર મુહૂર્તને દિવસ થાય છે. આ રીતે આ પહેલા છ માસ થાય છે, અને એજ પહેલા છ માસનું પર્યવસાન એટલે કે સમાપ્તિકાળ છે. કહેવાને ભાવ એ છે કે–સર્વબાહ્યમંડળના સંચરણ સમયમાં સૂર્ય ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત થાય છે. અર્થાત્ દક્ષિણ દિશા તરફ ગમન કરે છે, એટલે કે સાયનમકર સંક્રાતિગત હોય છે. ત્યારે ઉત્કૃષ્ટા એટલે કે સર્વાધિક પ્રમાણવાળી અઢાર મુહૂર્તનું રાત્રી માન થાય છે. તથા સર્વ જઘન્ય બાર મુહૂર્ત પ્રમાણને દિવસ હોય છે. એટલે કે દિનમાન બાર મુહૂર્ત પ્રમાણનું હોય છે. આ દક્ષિણાયન રૂપ કાળ પ્રથમ છ માસના પર્યવસાન એટલે કે અન્તિમ દિવસ થાય છે. અર્થાત્ સાયન ધનસંક્રાન્તિને અન્તભાગ હોય છે.
(से पविसमाणे सूरिए दोच्चं छम्मासं अयमाणे पढमंसि अहोरत्तंसि बाहिराणंतरं मंडलं સવસંવનિત્તા જા જરુ) તે પ્રવેશ કરતા સૂર્ય બીજા છ માસને પ્રાપ્ત કરીને પહેલા અહોરાત્રમાં બાહ્યાવંતર મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. અર્થાત્ સર્વ બાહ્યમંડળમાંથી પૂર્વોક્ત પ્રકારથી આત્યંતરમંડળની અંદરની તરફ ગમન કરવાને સૂર્ય બીજા છ માસને પ્રાપ્ત કરીને બીજા છ માસના પહેલા અહોરાત્રમાં બાહ્યાવંતર મંડળમાં ઉપસંક્રમણ કરીને અર્થાત્ સર્વબાહ્યમંડળની પછીના અંદરની બાજુની સમીપના બીજા મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. અર્થાત્ એ બીજા મંડળમાં ભ્રમણ કરે છે. ( बाहिराणंतरं मंडलं उवसंकमित्ता चार चरइ तया गं पंच पंच जोयणसहस्साई तिणि य કારત્તરે વાળનg સત્તાવ ર સમિા ગોળાર મેળે મુદi ) જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળની પછીના મંડળમાં ઉપસિંકમણ કરીને ગતિ કરે છે, ત્યારે પાંચ હજાર ત્રણ ચાર જન તથા એક એજનના એકસઠિયા સતાવન ભાગ ૫૩૦૪ ૨ એક એક મુહુર્તમાં ગમન કરે છે. કહેવાનો ભાવ એ છે કે-સર્વબાહ્યમંડળની પછીના બીજા મંડળના સંચરણકાળમાં જ્યારે સૂર્ય બાહ્યમંડળના પછીના બીજા મંડળમાં ઉપસંક્રમણ કરે છે, એટલે કે એ મંડળમાં જઈને ગતિ કરે છે. અર્થાત્ એ મંડળમાં ભ્રમણ કરે છે, ત્યારે પાંચ હજાર ત્રણસો ચાર જન તથા એક જનના સાઠિયા સત્તાવન ભાગ ૫૩૦૪ 9 પ્રમાણ ક્ષેત્રમાં એક એક
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૧
૧૩૭