________________
કરત સૂર્ય તેના પછીના મંડળથી તેના પછીના મંડળમાં અથતુ એક મંડળથી બીજા મંડળમાં ગમન કરતા કરતા એક યજનના સાઠિયા અઢાર અઢાર ભાગ એક એક મંડળમાં મુહૂર્ત ગતિમાં વધારતા વધારતા ચોર્યાશી એજનમાં કંઈક ઓછા પુરૂષ છાયાને વધારતા વધારતા સર્વબાહ્યમંડળમાં જઈને ગતિ કરે છે.
કહેવાને ભાવ એ છે કે આ પૂર્વોક્ત પ્રકારથી અનન્તર કહેલ યુક્તિ પ્રમાણે ધીરે ધીરે એ એ બહારના મંડળમાં ગમન કરવાથી અર્થાત્ બહારની તરફ ગમનરૂપથી બહાર નિકળતે સૂર્ય એક મંડળની પછી તેના પછીના મંડળમાં પૂર્વોક્ત પ્રકારથી સંક્રમણ કરતા કરતા એક એક મંડળમાં આ ઠેકાણે મુહૂર્તગતી એ વાક્યમાં મૂળમાં દ્વિતીયા વિભક્તિ કહી છે તે પ્રાકૃત હેવાથી સપ્તમીના અર્થમાં દ્વિતીયા સમજવી જેમ પ્રાકૃતમાં (ત્તો ત્તિ શુદ્ધ પાણી સંદ્ધા નકાચા) હે મુગ્ધ પક્ષને રાત્રે પાણીનો વિશ્વાસ કયાંથી હોય આ રીતે અહીયાં પણ (મુત્તત્તિ) એ ઠેકાણે દ્વિતીયા વિભક્તિના અર્થમાં સપ્તમી વિભક્તિની ભાવના સમજવી. દરેક મુહૂર્તમાં એક એજનના સાઠિયા અઢાર અઢાર ભાગ આ ઠેકાણે વ્યવહાર દષ્ટિથી પૂરા એક એજનના સાઠિયા અઢાર ભાગથી કંઈક ઓછા ભાગને વધારતા વધારતા (કુરિસરાચં) પુરૂષની છાયા જેનાથી થાય તે પુરૂષ છાયા અહીંયા પહેલા ઉદય પામતા સૂર્યની દષ્ટિપથપ્રાપ્તતા હોય છે. અહીંયાં પણ સપ્તમીના અર્થમાં દ્વિતીયા વિભક્તિ થયેલ છે. તેમ સમજીને આ અર્થ સમજી લેવો, જેમ કે તેની છાયામાં એક એક મંડળમાં ૮૪ ચોરાશી ૮૪ ચોરાશી જન (સીતાઝું) કંઈક ન્યૂન એટલે કે ચોરાસી જનોમાં કંઈક ઓછા કરતા કરતા અહીંયાં પણ શૂલપણાથી આ કથન કરેલ છે. વાસ્તવિક પ્રકારથી તે ચાલી રોજન તથા એક એજનના સાઠિયા તેવીસ ભાગ તથા સાઠના એક ભાગને એકસાઠથી છેદ કરીને એ છેદ કરેલ ભાગના બેંતાલીસમા ભાગથી દૃષ્ટિપથ પ્રાપ્તતાના સંબંધમાં પરિમાણ મળે છે, તે પછી સર્વાત્યંતરમંડળમાંથી ત્રીજા
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૩૨