________________
તરિંત જ í રિવયંતિ નિવારણાર્દ તાવ qv) જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે રાત્રિ દિવસનું પ્રમાણ એ જ પ્રમાણેનું હોય છે, એ દિવસમાં એકસઠ હજાર એજનનું તાપક્ષેત્ર કહેલ છે કહેવાને ભાવ એ છે કે-મુહુર્તન સંચરણના સંબંધમાં જ્યારે સૂર્ય એકસો ચર્યાશી મંડળમાં પરિભ્રમણ કરતે કરતે સર્વબાહ્યમંડળને પ્રાપ્ત કરીને એ સર્વબાહ્યમંડસમાં પરિભ્રમણ કરે છે, એ સમયે પણ રાત દિવસનું પ્રમાણ પહેલા કહ્યા પ્રમાણેનું જ છે. અર્થાત ત્યાં ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત પરમપ્રકર્ષિક અઢાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે, અને સર્વજઘન્ય બાર મુહૂર્ત પ્રમાણ વાળ દિવસ હોય છે, જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ગમન કરતું હોય છે, ત્યારે બાર મુહર્ત પ્રમાણવાળા દિવસમાં સૂર્યનું તાપક્ષેત્ર ૬૧૦૦૦ એકસઠ હજાર યોજનનું હોય છે. અહીંયાં પણ એક સંબંધી ગણિતની પ્રક્રિયા આ પ્રમાણેની છે.-ઉદયના સમયમાં અને અસ્ત થવાના સમયમાં એક મુહૂર્તમાં છ છ હજાર જન ગમન કરે છે. બેઉ કાળના ગમનના યાજને મેળવવાથી બાર હજાર યોજન થાય છે. જેમ કે-૬૦૦૦+૬૦૦૦=૧૨૦૦૦ એક મુહૂર્તમાં જવાતા સર્વબાહ્યમંડળના ક્ષેત્રને છેડીને બાકીના મધ્યના નવ મુહુર્ત પ્રમાણુવાળા તાપેક્ષેત્રમાં એક એક મુહૂર્તમાં પાંચ પાંચ હજાર યોજન ગમન કરે છે, તેથી પાંચ હજાર એજનને નવથી ગુણવાથી પિસ્તાલીસ હજાર જન થઈ જાય છે. ૫૦૦૦ =૪૫૦૦૦ આ પ્રમાણે પિસ્તાલીસ હજાર જનનું તાપક્ષેત્ર સિદ્ધ થાય છે. સર્વબાહ્યમંડળના મુહૂર્તમાત્રમાં જવાતા તાપક્ષેત્રમાં ચાર ચાર હજાર જન ૪૦૦૦ ગમન કરે છે એ બધાને મેળવવાથી એકસઠ હજાર જન થઈ જાય છે.
જેમ કે-૧૨૦૦૦૪૪૫૦૦૦+૪૦૦૦=૬૧૦૦૦ આ પ્રકિયા શિવાય બીજી રીતે આ પ્રમાણ સિદ્ધ થતું નથી.
(तया णं छवि पंच वि चत्तारि वि जोयणसहस्साई सूरिए एगमेगेणं मुहुत्तेणं गच्छइ) ત્યારે છે, પાંચ ચાર હજાર જન એક એક મુહૂર્તમાં ગમન કરે છે. અર્થાત્ સર્વવ્યંતર
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૨૪