________________
ચાર પ્રકારની માયા અવલેખિકા, ગોમૂત્રિકા, ઘેટાના સીંગડાં અને વાંસની જડની સમાન ક્રમશ: અધિકાધિક વક્તા વાળી થાય છે. લાભ ક્રમશઃ હળદરના રંગ, ખંજન કર્દમ અને કિરમજી રંગના સમાન હોય છે.૨
સંજવલન કષાયની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પક્ષની, કહી છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયની ચાર માસની. અપ્રત્યાખ્યાનની એક વર્ષની, અને અનન્તાનુબંધી કષાયની સર્વ જીવનની હોય છે. આ કષાય અનુક્રમે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક ગતિના કારણ છે, અર્થાત્ સંજવલન કષાય દેવગતિનું, પ્રત્યાખ્યાનાવરણ મનુષ્ય ગતિનું, અપ્રત્યાખ્યાનાવરણ તિર્યંચગતિનું અને અનન્તાનુબંધી કષાય નરકગતિનું કારણ છે. ૩
શ્રી ગૌતમ સ્વામી-હે ભગવન્! નોકષાય વેદનીય કર્મ કેટલા પ્રકારના છે.
શ્રી ભગવાન–હે ગૌતમ ! નોકષાય વેદનીય કર્મ નવ પ્રકારનાં કહ્યાં છે, તે આ પ્રકારે–સ્ત્રી વેદવેદનીય, પુરૂષ વેદવેદનીય, નપુંસકવેદવેદનીય, હાસ્ય વેદનીય, રતિવેદનીય, અરતિ વેદનીય, ભય વેદનીય, શોક વેદનીય અને જુગુપ્સા વેદનીય,
પુરૂષની સાથે સમાગમની અભિલાષા જે કર્મના ઉદયથી થાય છે, તેને સ્ત્રી વેદ વેદનાયકર્મ કહે છે. જેના ઉદયથી સ્ત્રીની સાથે સમાગમની કામના થાય તે પુરૂષ વેદ વેદનીયકર્મ કહેવાય છે. સ્ત્રી અને પુરૂષ બનેના પ્રત્યે અભિલાષા જે કર્મના ઉદયથી થાય છે, તે નપુંસક વેદ વેદનીય કર્મ કહેવાય છે. જે કર્મના ઉદયથી સકારણ અથવા નિષ્કારણ હસવું આવે અથવા બીજાને હસાવે તેને હાસ્ય વેદનીયનોકષાય મેહનીયકર્મ કહે છે જેના ઉદયથી બાહ્ય તેમજ આભ્યતર વસ્તુઓમાં પ્રીતિ અધીતિ થાય તે રતિ-અતિ વેદનીય નામક નિકષાયમેહનીય કર્મ છે. જેના ઉદયથી પ્રિયને વિરહ આદિ થતાં છાતી કૂટીને રૂદન કરે, વિલાપ કરે, જમીન પર આળોટે અને મોટા મોટા શ્વાસ લે તે શેક વેદનીય કર્મ છે. જે કર્મના ઉદયથી સકારણ અથવા નિષ્કારણ જ સંક૯પથી ડર ઉત્પન્ન થાય, તે ભય વેદનીય કર્મ છે. જેના ઉદયથી શુભ અગર અશુભ વસ્તુ તરફ ધૃણા ઉત્પન્ન થાય તે જુગુપ્સા વેદનીય નામકનોકષાય મેહનીય કર્મ છે.
આ હાસ્યાદિ કષાયને સહચર હોવાના કારણે નાકષાય વેદનીય કહેવાય છે, કેમ કે નો, શબ્દ સાહચર્યના અર્થમાં છે, તેથી જે કષાયના સહચર થાય તે નોકષાય. હાસ્ય આદિ કષાયના ઉદ્દીપક હોવાથી કષાય સહચર કહેવાય છે.
કહ્યું પણ છે –કષાયના સહચારી હોવાના કારણે તથા કષાયને ઉત્તેજિત કરવાના કારણે હોસ્ય આદિનવ કષાય કહેવાય છે. ૧
શ્રી ગૌતમસ્વામી—હે ભગવન ! આયુકર્મ કેટલા પ્રકારનાં કહ્યાં છે ?
શ્રી ભગવાન- હે ગૌતમ ! આયુકર્મ ચાર પ્રકારના કહ્યા છે, જેમ કે નરયિકાય, તિર્યંચાયુ, મનુષ્યાયું અને દેવાયુ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન નામકર્મ કેટલા પ્રકારના કહેલાં છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૮૫.