________________
માં તિર્યંચ પંચન્દ્રિમાં, મનુષ્યમાં, વાનવ્યન્તરમાં, જયેતિષ્ક અને વૈમાનિકમાં સર્વ વિરતિનો અભાવ હોવાથી પ્રાણાતિપાત વિરમણ નથી થઈ શકતાં
પરંતુ મનુષ્યની વિશેષતા બતાવતાં કહે છે-જેમ સમુચ્ચય છે માં ષનિકાય સંબંધી પ્રાણાતિપાત વિરમણ નું વિધાન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણે મનુષ્યના સંબંધમાં પણું કહેવું જોઇએ. અર્થાત મનુષ્યમાં પ્રાણાતિપાત વિરમણ થઈ શકે છે.
એજ પ્રકારે સમુચ્ચય જીવોમાં તથા મનુષ્યમાં પ્રાણાતિપાત વિરમણની જેમ મૃષા વાદથી યાવતું માયામૃષાવાદથી વિરમણ થઈ શકે છે. તાત્પર્ય એ છે કે જેમ જીવ અને મને નુષ્ય આ બનેપદમાં જ પ્રાણાતિપાત વિરમણ કહ્યું છે, એજ પ્રકારે મૃષાવાદ વિરમણ આદિ પણ આજ બે પદોમાં કહેવા જોઈએ.
એના સિવાય અન્ય કોઈમાં પણ પ્રાણાતિપાત મૃષાવાદથી લઈને માયા મૃષાવાદ સુધીમાં વિરમણ થવું અસંભવિત છે વિશેષ વાત એ છે કે અદત્તાદાન વિરમણ તેજ દ્રવ્યોમાં થાય છે જે ગ્રહણ કરવાને અને ધારણ કરવા યોગ્ય દ્રવ્ય હોય મૈથુનવિરમણ રૂપ તેમજ રૂપયુક્ત વનિતા આદિમાં થાય છે. શેષ પરિગ્રહ આદિનું વિરમણ બધાં દ્રવ્યોમાં સમજવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! શું જેમાં મિથ્યાદર્શનશલ્યથી વિરત થવું સંભવિત છે? શ્રી ભગવન હે ગૌતમ! હા સંભવિત છે. જીવ મિથ્યાદર્શનશલ્યથી વિરત થાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! કયા વિષયમાં જીવનું મિથ્યાદર્શનશલ્યથી વિરમણ થાય છે? અર્થાત્ મિથ્યાદર્શનશલ્યથી વિરત થવાનો વિષય છે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! સર્વ દ્રવ્યમાં અને ઉપલક્ષણથી સર્વ પર્યાયે માં જીવ મિયાદર્શનશલ્યથી વિરત થાય છે. કઈ પણ એક દ્રવ્યમાં અગર દ્રવ્યના કેઈ એક પર્યાયમાં પણ જે મિથ્યાદર્શન થાય છે તે તે જીવ મિથ્યાદર્શન શલ્યથી વિરત નથી કહી શકાતા.
એજ પ્રકારે નૈરયિકોથી લઈને વૈમાનિક સુધી કહેવું જોઈએ. અર્થાત નારક, અસુરકુમાર આદિ ભવનપતિ, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય વાનવ્યન્તર, જયેતિક અને વૈમાનિક દેવ સમસ્ત પર્યાના વિષયમાં મિયાદર્શન શલ્યથી વિરમણ કરી શકે છે. કિન્તુ એકેન્દ્રિ અને વિકલેન્દ્રિયોના વિષયમાં જે મિથ્યાદર્શનશલ્યથી વિરક્ત થવાનો પ્રશ્રન કરાય તે તેને ઉત્તર હશે–આ અર્થ સમર્થ નથી. કેમકે એકેન્દ્રિય-વિકસેન્દ્રિય જીવ મિથ્યાદર્શનશલ્યથી વિરત નથી. થઈ શકતા સમ્યકત્વની પ્રાપ્તિની યોગ્યતા તેમનામાં નથી હોતી અને સમયકત્વની પ્રાપ્તિ શિવાય મિથ્યાદર્શનશલ્યથી વિરમણ થવું તે અસંભવિત છે.
કહ્યું પણ કે–પૃથ્વીકાયિક આદિમાં પૂર્વ પ્રતિપન્ન સમ્યક્ત્વ નથી હતું અને પ્રતિપઘમાન સમ્યક્ત્વ પણ નથી હોતું. દ્વીન્દ્રિય આદિમાં કઈ કઈમાં કરણા પર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન સમ્યકત્વનો સંભવ છે, પણ તે અલ્પકાલિક જ હોય છે અને તે મિથ્યાત્વની તરફ જ અભિમુખ હોય છે, તેથી જ તેમને માટે પણ અહીં નિષેધ કરેલો છે. સૂ. ૭
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૪૦