________________
વિશુદ્ધ હોય છે. તથા સદા-સર્વદા ત્યાં બિરાજમાન રહે છે?
શ્રી ભગવાહે ગૌતમ! જેમ અગ્નિથી શેકાયેલાં બીજેમાં અંકુરની ઉત્પત્તિ નથી થતી, કેમકે અગ્નિ તેમનાં અંકુર જનિત સામર્થ્યને નષ્ટ કરી દે છે.
એ જ પ્રકારે સિદ્ધોના કર્મરૂપી બીજ જ્યારે કેવલજ્ઞાનરૂપી અગ્નિ દ્વારા ભસ્મ થઈ જાય છે. ત્યારે તેમની ફરીથી જન્મથી ઉત્પત્તિ નથી થતી, કેમકે જન્મનું કારણ કર્મ છે અને કમને સમૂલ વિનાશ થઈ જાય છે.
કારણના અભાવમાં કાર્યની ઉત્પત્તિ થઈ શક્તી નથી રાગ, દ્વેષ આદિ વિકારોને સર્વથા અભાવ થઈ જવાથી પુનઃ કર્મને બન્ધ પણ સંભવ નથી. રાગાદિ જ આયુ આદિ કર્મના કારણ છે અને તેમને પહેલેથી ક્ષય કરી દિધેલ છે.
ક્ષણ રાગાદિની પુનઃ ઉત્પત્તિ નથી થઈ શકતી, કેમકે નિમિત્ત કારણને અભાવ છે. રાગાદિની ઉત્પત્તિમાં ઉપાદાન કારણ સ્વયં આત્મા છે. તેની હયાતીમાં પણ સહકારી કારણ વેદનીય કર્મ આદિ વિદ્યમાન ન હોવાથી કર્મની ઉત્પત્તિ નથી થઈ શકતી, કેમકે બને કારણથી ઉત્પન્ન થનાર કાર્ય કોઈ એક કારણ નથી થતું. અગર એક જ કારણથી કાર્ય થઈ જાવ તે બીજું કારણ અકિચિકર થઈ જાય અને પછી તે કારણ જ ન કહી શકાય.
સિદ્ધોમાં રાગાદિ વેદનીય કમેને અભાવ હોય છે, કેમકે તેઓ તેમને શુકલ ધ્યાનરૂપી અગ્નિથી પહેલાં જ ભસ્મ કરી દે છે અને તેમને કારણે સંકલેશને પણ અભાવ થઈ જાય છે. ૨ ગાદિ વેદનીય કર્મોની ઉત્પત્તિમાં રાગાદિ પરિણતિ રૂપ સંકલિશ કારણ હોય છે. તે સંકલેશને સિદ્ધિમાં સંભવ નથી, કેમ કે તે રાગાદિ વેદનીય કર્મથી સર્વથા મુક્ત છે. એ પ્રકારે રાગાદિ વેદનીય કર્મને અભાવ છે અને તેઓ અભાવ થવાથી પુનઃ
ગાદિની ઉત્પત્તિ નથી થર્ટી. કહ્યું પણ છે-ક્ષીણ રાગાદિ પુનઃ ઉત્પન્ન નથી થતાં કેમકે સહ કારી કારનો અભાવ હોય છે. જે જીવ રાગાદિથી રહિત છે, તેમાં કલેશ નથી થતા ૧ :
તેના અભાવમાં કમેના બબ્ધ નથી હોતા અને એ કારણે પુનર્જન્મ ન થવાના કારણે સિદ્ધ સદૈવ સિદ્ધદશામાં જ રહે છે પર
તાત્પર્ય એ છે કે રાગાદિને અભાવ થઈ જવાથી આયુ આદિ કર્મોની પુનઃ ઉત્પત્તિ નથી થતી અને કર્મોની ઉત્પત્તિ ન થવાથી તેમના પુનમ પણ નથી થતા.
કહ્યું પણ છે-જેમ બીજના સેકાઈ જવાથી તેનાથી અંકુર ઉત્પન્ન નથી થતા, એજ પ્રકારે કમબીજના બળી જવાથી ભવરૂપ અંકુર પણ નથી ઉગતા ના
હવે પ્રકૃતનો ઉપસંહાર કરે છે
શ્રી ભગવાન-હે ગૌતમ ! એ હેતુથી એમ કહેવાય છે કે તે કેવલીઓ ત્યાંથી વિદ્ધ થઈ જાય છે. તેઓ અશરીર, જીવઘન, દર્શનજ્ઞાનોપગ, કૃતકૃત્ય, નીરજ, નિકમ્પ, વિતિમિર અને વિશુદ્ધ થાય છે. તથા સદા સર્વદા ત્યાં વિરાજમાન રહે છે.
શિષ્ટજનના શિષ્ટાચાર પ્રરૂપણાની પરંપરા એ છે કે ગ્રન્થની આદિમાં, મધ્યમાં અને અન્તમાં મંગલાચરણ કરવું જોઈએ, કેમકે “પ્રથા મધ્યે વાજે મ મારે”
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૪૩૩