________________
હવે ગૌતમસ્વામી વિશેષ પરિજ્ઞાનને માટે પુનઃ પ્રશ્ન કરે છે-હે ભગવન્! શું બધા કેવલી સમુદ્દઘાતમાં પ્રવૃત્તિ કરે છે, શું સમુદ્દઘાતને પ્રાપ્ત થાય છે ?
શ્રી ભગવાન હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, અથવું એમ નથી થતું. બધા કેવલી સમુદ્દઘાતને માટે પ્રવૃત્ત નથી થતા. બધા સમુદ્દઘાત પણ નથી કરતા પરંતુ જેમનાં વેદનીય આદિ કર્મોની સ્થિતિ આયુકર્મથી અધિક હોય છે, તેઓ જ સમુદ્દઘાત કરે છે. જેમના વેદનીય આદિ કર્મોની સ્થિતિ આયુકર્મની સ્થિતિના સમાન જ હોય છે. તે સમદુઘાતના વગર જ એક સાથે ચારે કર્મોને ક્ષય કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે.
કહ્યું પણ છે-જેનાં વેદનીય વગેરે કમ પ્રદેશ અને સ્થિતિ પણ દષ્ટીથી આયુકર્મની બરાબર હોય છે તેઓ કેવલી સમુદ્દઘાત નથી કરતાં ૫ ૧ -
સમુઘાત કર્યા વગર જ અનન્ત કેવલી ભગવાન જરા અને મરણથી સદાને માટે સર્વથા મુક્ત થયા છે અને ઉત્તમ ગતિ સિદ્ધિને પ્રાપ્ત થયાં છે, જે ૨ |
અભિપ્રાય એ છે કે જે કેવલીનાં વેદનીય વગેરે ત્રણ કર્મ પ્રદેશ અને સ્થિતિ કાળની અપેક્ષા આયુના બરાબર હોય છે, તેઓ સમુદુઘાત નથી કરતાં સમુદુઘાતનાં વગર જ ચારે ય કર્મોને એકી સાથે સમ કરીને તે મુક્તિ પ્રાપ્ત કરી લે છે કહ્યું છે જેનાં ચારે ય કર્મ સ્વભાવતા સમાન હોય છે, તે એકી સાથે તેમને ક્ષય કરીને સમુદ્દઘાત કર્યા વગર જ સિદ્ધિ પ્રાપ્ત કરે છે કે ૧ |
સમસ્ત કર્મોને ક્ષય થઈ ગયા પછી આત્માનું પિતાના શુદ્ધ સ્વભાવમાં સ્થિત થવું સિદ્ધ છે.
કેવલી સમુદ્દઘાત કર્યા પહેલા આવાજીકરણ કરાય છે. તેથી આવાજીકરણની પ્રરૂપણા કરવા માટે કહે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! આવાજીકરણ કરવામાં કેટલે સમય લાગે છે?
આત્માને મોક્ષની પ્રાપ્તિ માટે અભિમુખ કરે–મોક્ષની તરફ લગાડે તેને આવાજીકરણ કરવું કહેવાય છે. અથવા શુભ મન વચન અને કાયા સાવજન કહેવાય છે. જેના દ્વારા મોક્ષ આવર્જિત અથતુ અભિમુખ કરાય તે આવાજીકરણ છે.
કહ્યું પણ છે–આવર્જન અર્થાત્ ઉપગ અથવા વ્યાપાર કઈ-કઈ તેને આવજિત કરણ પણ કહે છે આવર્જિત અર્થાત્ ભવત્વના કારણે મોક્ષગતિ ગમનની પ્રાપ્તિ અભિમુખ, તેનું જે કારણ અર્થાત્ શુભગને વ્યાવૃત્ત કરે છે, તે આવર્જિકરણ છે.
કેઈ આચાર્ય એને આજિકરણ કહે છે, જેનો અભિપ્રાય આ છે-આ અર્થાત મર્યાદાથી-કેવલીની દ્રષ્ટિથી જન કરવું અર્થાત્ શુભ ભેગેને વ્યાપ્ત કરવા. - શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! આવાજીકરણ એક અન્તર્મુહૂર્તનું હોય છે, અને તે અન્તર્મુહૂર્તમાં અસંખ્યાત સમય સમજવો જોઈએ. આશય એ છે કે આવા જીકરણને જઘન્ય સમય અસંખ્યાત સમયના અન્તમુહૂર્ત પ્રમાણ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૪૨૨