________________
સમુચ્ચય જીવની જેમ નારકની વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ. પરંતુ સમુયય જીવથી નારકની વક્તવ્યતામાં વિશેષા એ છે કે અહીં લંબાઈમાં જઘન્ય ચેડાં વધારે હજાર જન અને ઉત્કૃષ્ટ અસંખ્યાત જન એક જ દિશામાં પુદ્ગલ દ્વારા તે ક્ષેત્ર આપૂર્ણ તેમ જ વ્યાપ્ત કરે છે, એમ કહેવું જોઈએ. હવે નારક સંબંધી વક્તવ્યતાને ઉપસંહાર કરતાં કહે છે
આટલું ક્ષેત્ર તે પુદ્ગલ દ્વારા આપૂર્ણ થાય છે, આટલું ક્ષેત્ર રપૃષ્ટ થાય છે. હવે વિગ્રહગતિને લઈને વિશેષ કહે છે–
એક સમયના, બે સમયના અથવા ત્રણ સમયના વિગ્રહ દ્વારા ઉક્ત ક્ષેત્રનું આપૂર્ણ થવું અને વ્યાપ્ત થવું એમ કહેવું જોઈએ, ચાર સમયનું અહીં બંધન ન કરવું જોઈએ. એ પ્રકારે જેવો સમુચ્ચય જીવ પદમાં ચાર સમયને વિગ્રહ કહ્યો છે, એ નારક પદમાં ન કહેવો જોઈએ, કેમકે નારકેના વિગ્રહ અધિથી અધિક ત્રણ સમયના જ હોય છે, જેમ કેઈ નારક વાયવ્ય દિશામાં વર્તમાન હોય અને ભરતક્ષેત્રમાં, પૂર્વ દિશામાં પંચેન્દ્રિય તિર્યંચ અથવા મનુષ્યના રૂપમાં ઉત્પન્ન થનારા હોય તે તે પ્રથમ સમયમાં ઉપર જાય છે, બીજા સમયમાં વાયવ્ય દિશાથી પશ્ચિમ દિશામાં જાય છે અને પછી પશ્ચિમ દિશાથી પૂર્વ દિશામાં જાય છે. એ પ્રકારે ત્રણ સમયને વિગ્રહ થાય છે. એ જ પ્રકારે અસુરકુમાર આદિમાં પણ ત્રણ સમયને વિગ્રહ સમજી લેવું જોઈએ. તત્પશ્ચાત્ એ બધું પૂર્વોક્ત કહેવું જોઈએ, યાવ-હે ભગવન્! બહાર કાઢેલાં તે પગલે મારણતિકસમુદ્દઘાતગત નારકના દ્વારા સ્પષ્ટ ક્ષેત્રમાં જે પ્રાણે, ભૂત, છ અને સને અભિઘાત કરે છે, તેમને આવત–પતિત કરે છે, સ્પર્શ કરે છે, સંહત કરે છે સંયમિત કરે છે, પરિતાપ પહોંચાડે છે, મૂર્શિત કરે છે અને નિપ્રાણ કરી દે છે, તે પુગલના નિમિત્તથી મારાન્તિક સમુદ્યાતગત નારક કેટલી ક્રિયાવાળા થાય છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૪૦૪