________________
હવે મારણાતિક સમુદ્રઘાતને લઈને પ્રરૂપણ કરવા માટે કહે છે–
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જીવ મારણતિકસમુદ્દઘાતથી સમવહન થાય છે. સમવહત થઈને તેજસ શરીર વગેરેનાં અંતર્ગત જે પુદ્ગલોને પિતાનાથી જૂદા કરે છે, તે પુદ્ગલો દ્વારા કેટલા ક્ષેત્ર પૂર્ણ થાય છે? કેટલાં ક્ષેત્ર નિરંતર વ્યાપ્ત થાય છે?
શ્રી ભગવાન હે ગૌતમશરીરનાં જેટલાં વિષ્ક અને બાહલ્ય હોય છે, તેટલું ક્ષેત્ર, લંબાઈમાં જયન્ય પિતાના શરીરથી અંગુલના અસંખ્યાતમો ભાગ અધિક અને ઉત્કૃષ્ટ અસંખ્યાત જન સુધીનું ક્ષેત્ર એક દિશામાં આપૂર્ણ અને વ્યાપ્ત હોય છે. વિદીશામાં નહીં, કેમ કે જીવન પ્રદેશ સ્વભાવતઃ દિશામાં જ ગમન કરે છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપથી આત્મપ્રદેશે દ્વારા પણ આટલા ક્ષેત્રનું પૂરિત થવું સંભવ છે. તાત્પર્ય એ છે કે આટલાં ક્ષેત્ર આપૂર્ણ હોય છે, આટલાં જ ક્ષેત્ર વ્યાપ્ત હોય છે.
હવે વિગ્રહગતિને લઈને આપૂર્ણ અને વ્યાપ્ત થવાના કાળનું પ્રમાણ કહે છે- શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! તે પૂર્વોક્ત ક્ષેત્ર કેટલા કાળમાં પુદ્ગલોથી આપૂર્ણ અને વ્યાપ્ત થાય છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! એક સમયનાં, બે સમયનાં, ત્રણ સમયનાં અને ચાર સમયના વિગ્રહથી ઉત્કૃષ્ટ લાંબાઈમાં અસંખ્યાત જન પ્રમાણ લાંબું ક્ષેત્ર પુદ્ગલોથી આ પૂર્ણ થઈને પૃષ્ટ થાય છે. તાત્પર્ય એ છે કે ઉત્કૃષ્ટ લંબાઈમાં અસંખ્યાત જન જેટલા ક્ષેત્ર, વિગ્રહગતિની અપેક્ષાથી ઉત્કૃષ્ટ ચાર સમયમાં આપૂર્ણ અને પૃષ્ટ થાય છે.
ઉપસંહાર કરતા કહે છે આટલા કાળમાં પૂર્વોક્ત ક્ષેત્ર આપૂર્ણ થાય છે. આટલા કાળમાં પૂર્વોક્ત ક્ષેત્ર સ્પષ્ટ થાય છે.
તે પછી તે જ બધું પૂત કહેવું જોઈએ. યાવત્ હે ભગવન! તે બહાર નિકળેલ પુદ્ગલ મારતિક સમુદ્દઘાતથી સમહત જીવના દ્વારા પૃષ્ટ ક્ષેત્રમાં જે પ્રાણ, ભૂત, જીવે, અને સોને અભિઘાત કરે છે, તેમને આવર્ત પતિત કરે છે, સ્પર્શ કરે છે, સંઘાતિત કરે છે, તેમનું સઘટન કરે છે, તેમને પરિતાપ પહોંચાડે છે, મૂર્શિત કરે છે અને પ્રાણહીન કરે છે, તે પુદ્ગલોથી પ્રાણ, ભૂત વગેરેને ઘાત વગેરેનાં કારણે, મારણતિકસમુદ્દઘાતગત જીવને કેટલી ક્રિયાઓ લાગે છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! કદાચિત ત્રણ કિયાઓ લાગે છે, કદાચિત ચાર ક્રિયાઓ લાગે છે, કદાચિત પાંચ ક્રિયાઓ લાગે છે, વગેરે જાતે જ સમજી વિચારી લેવું જોઈએ.
આ રીતે સમુચ્ચય છે સંબંધી મારણાન્તિકસમુદ્યાનું નિરૂપણ કરીને-હવે નિરયિક વગેરે દંડકમાં તેનું પ્રરૂપણ કરવા માટે કહે છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૪૦૩