________________
ગણું છે. એનું કારણ એ છે કે નિગોદના અનન્ત જીવોને અસંખ્યાત ભાગ સદા વિગ્રહગતિની અવસ્થામાં રહે છે અને તેઓ પ્રાયઃ મારણાન્તિક સમુદ્રઘાતથી સમવહત થાય છે.
ક્રિયસમુદ્રઘાતથી સમવહત ની અપેક્ષાએ કષાયસમુઘાતથી સમવહત જીવ અસંખ્યાતગણી છે, કેમકે વિગ્રહગતિને પ્રાપ્ત અનન્ત નિગાદિયા જીવોની અપેક્ષાએ પણ અસંખ્યાતગણ અધિક નિગેદિયા જીવ કષા ધસમુદ્રઘાતથી સમવહત સદા ઉપલબ્ધ થાય છે. કષાયસમુઘાતવાળાઓની અપેક્ષાએ વેદના સમુદ્દઘાતથી સમવહત છવ વિશેષાધિક છે, કેમકે કષાયસમુદ્રઘાતથી સમવહત તે અનન્ત નિગદ થી વેદના સમુદ્રઘાતથી સમવહત જીવ કાંઈક અધિક હોય છે.
વેદના સમુઘાતથી સમવહત છની અપેક્ષાએ અસમવહત જીવ અર્થાત્ જે કોઈ પણ સમુઘાતથી યુક્ત નથી, તે અસંખ્યાત ગણું હોય છે, કેમકે વેદનાસમુદ્દઘાત, કષાય સમુદ્દઘાત, અને મારણાંતિક સમુદ્રઘાતથી સમવડત જીની અપેક્ષાએ સમુદ્રઘાતથી રહિત એકલા નિગદ જીવ જ અસંખ્યાત ગણા મળી આવેલા હોય છે.
સમુચ્ચય જીવેની અપેક્ષાએ પૂર્વોક્ત અલ્પ મહત્વપ્રરૂપિત કરીને હવે નારક આદિ વીસે દંડમાં તેમની પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! વેદના સમુદ્રઘાતથી સમહત કષાય સમુદ્દઘાતથી સમવહત, મારણાંતિકસમુઘાતથી સમવહત, વૈક્રિયસમુદ્રઘાતથી સમહત અને અસમવહત નરકમાં કોણ કોનાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! બધાથી ઓછા નારક મારણાંતિક સમુદ્દઘાતથી સમાવહત છે, કેમકે મારણતિક સમુદ્દઘાતના સમયે જ થાય છે અને મરનારા નારક જીવિત નારકેની અપેક્ષાએ અલપ જ હોય છે અને મરનારાઓમાં પણ મારણાંતિકસમુઘાતવાળા નારક અલ્પા જ હોય છે, બધા નથી હોતા,
T કહ્યું પણ છે–“સમવહત અર્થાત્ મારણાન્તિક સમુદ્રઘાતથી યુક્ત થઈને પણ નારક મરે છે અને મારાન્તિક સમુદ્દઘાતના સિવાય પણ મરે છે.
- આ મારણતિક સમુદ્રઘાતથી સમવહત નારક બધાથી કમ સમજવા જોઈએ. તેમની અપેક્ષાએ ક્રિયસમુદ્ઘ તથી સમહત નારક અસંખ્યાતગણ અધિક છે, કેમકે રત્ન પ્રભા આદિ સાતે પૃથ્વીમાંથી પ્રત્યેકમાં ઘણા નાક પરસ્પર વેદના ઉત્પન્ન કરવાને માટે નિરન્તર ઉત્તક્રિય કરતા રહે છે. વૈકિય સમુઘાતવાળાઓની અપેક્ષાએ કષાયસમુદ્યા તથી સમવહત નારક સંખ્યાતગણ અધિક છે, કેમકે ઉત્તરવિક્રિયા કરનારા અને ઉત્તરવિક્રિયા ન કરનારા નારકની અપેક્ષાએ કષાયસમુદ્રઘાતથી સમવહત નારક સંખ્યાતગણ અધિક હોય છે. કષાયસમુદ્રઘાતથી સમવહત નારકની અપેક્ષાએ વેદના સમુદ્રઘાતથી સમવહત નારક સંખ્યાતગણ અધિક હોય છે, કેમકે યથાસંભવ ક્ષેત્રજન્ય વેદના, પર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૮૧