________________
ટકાથ-હવે નરયિક આદિ ભવેમાં વર્તમાન એક–એક નારકના કેટલા વેદના સમુદ્દઘાત અતીત અને અનાગત છે, એ પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! એક-એક નારકના નારકત્વ પર્યાયમાં અર્થાત્ નારક દશામાં રહેતા કેટલા વેદના સમુહૂવાત અતીત થયા ?
પહેલાં પણ નારકના અતીત વેદના સમુદ્ર પાતની સંખ્યા બતાવાઈ હતી અને અહીં પણ તેજ સંખ્યા બતાવાય છે, પણ બનેમાં પર્યાપ્ત અતર છે. પહેલાં કેવળ એ જ પ્રશ્ન કરાવે કે નારકના અતીત સમુરઘાત કેટલા છે? અહીં એ પ્રશ્ન કરાઈ રહ્યો છે કે નારક જ્યારે નારક અવસ્થામાં રહ્યો છે ત્યારે તેણે કેટલા વેદના સમુદ્રઘાત કર્યા? એ પ્રકારે પહેલા નારક જીવ દ્વારા વસે દંડકમાંથી કેઈપણ દંડકમાં કરેલા વેદના સમુદ્રઘતેની ગણના વિવક્ષિત હતી, જયારે અડી કેવલ નારક પર્યાયનાં કરેલા વેદના સમુદ્દઘાતની જ ગણુને વિવક્ષિત છે. વર્તમાનમાં જે નારક જીવ છે, તેણે નારકેતર પર્યાયમાં જે વેદના મુદ્દઘાત કર્યા તે અહીં વિવક્ષિત નથી. આ સ્વસ્થાન સંબંધી સમુદ્રઘાત સંખ્યા થઈ.
એજ પ્રકારે પરસ્થાનમાં પણ એક એક પર્યાય જ વિવક્ષિત છે, જેમ નારકે અસુરકુમાર અવસ્થામાં જે વેદના સમુદ્યાત કર્યા તેમની જ ગણના કરાશે. અન્ય અવસ્થાઓમાં કરેલા વેદના સમુઘાત અહી વિવક્ષિત નહીં થાય. આ પ્રકરણમાં આગળ બધે આ વિશેષતા ધ્યાનમાં રાખવી જોઈએ.
શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને શ્રી ભગવાન ઉત્તર આપે છે
હે ગૌતમ ! નારક પર્યાયમાં રહેલ એક નારકના અનન્ત વેદના સમુદુઘાત છે, કેમ કે તેણે અનન્તવાર નારક પર્યાય પ્રાપ્ત કરેલ છે અને એક-એક નારક ભવમાં એછામાં ઓછા પણ સંખ્યાત વેદના સમુદ્રઘાત થાય છે.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન ! એક એક નારકના મેક્ષ પર્યન્ત સંપૂર્ણ અનાગત કાળની અપેક્ષાએ નારક પર્યાયમાં ભાવી વેદના સમુદ્રઘાત કેટલા છે?
શ્રીભગવાન –હે ગૌતમ! કોઈ નારકનો ભાવી વેદના સમુદ્રઘાત થાય છે, કેઈન નથી થતા. અર્થાત જે નારકનું મૃત્યુ નિકટ છે, તે કદાચિત વેદના સમુદ્રઘાત કર્યા વિના જ મારણાંતિક સમુદુઘાતના દ્વારા નરકથી ઉદૂવર્તન કરીને, મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને મુક્ત થઈ જાય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૫૫