________________
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારક નિદા વેદના વેદે છે કે અનિદા વેદના વેરે છે?
શ્રી ભગવાન –હે ગૌતમ ! નારસ નિદા વેદના પણ વેદે છે અને અનિદ વેદના પણ વેદે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ક્યા હેતુથી એવું કહેવાય છે કે નારક નિદા વેદના પણ વેદે છે અને અનિદા વેદના પણ વેદે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! નારક બે પ્રકારના કહ્યાં છે, તે આ પ્રમાણે સંજ્ઞીભૂત અને અસંભૂિત જે મન સાથે હોય તેને સંસી કહે છે. અહીંયા જે સંજ્ઞી જીવ મરીને નારક થયા હોય તે સંજ્ઞીભૂત નારક કહેવાય છે અને જે અસંસી જીવ મરીને નારક થયા હોય તે અસંજ્ઞીભૂત નારક કહેવાય છે. આ બે પ્રકારનાં નારકમાંથી જે નારક સંજ્ઞીભૂત છે તે નિદા વેદના વેદે છે અને જે અસંજ્ઞીભૂત નારક છે તે અનિદા વેદના વેદ છે, અસંજ્ઞી જીવેને જન્માક્તરમાં કરેલા શુભ કે અશુભનું અથવા વેર વગેરેનું સ્મરણ નથી હોતું. કેવળ તીવ્ર અધ્યવસાયથી કરેલા કર્મનું જ સ્મરણ હોય છે. પરંતુ પહેલાનાં અસંજ્ઞીનાં ભવમાં તેમનાં અધ્યવસાય પણ તીવ્ર નહેતાકેમકે તેઓ મનથી રહિત હતા. આ કારણથી અસંસી નારક અનિદા વેદના જ વેદે છે, કેમકે તેમનામાં પૂર્વભવ સંબંધી વિનું ચિંતન કરવાવાળુ કુશળ ચિત્ત નથી હોતું. પરંતુ સંજ્ઞા પૂર્વભવનું સ્મરણ કરે છે, આ કારણથી તે નિદા વેદના વેદે છે.
હે ગૌતમ! આ હેતુથી એવું કહેવાયું છે કે-નારક નિદા વેદના વેદે છે અને અનિદા વેદના પણ વેદે છે.
નારકની જેમ અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિદ્યુતકુમાર. ઉદધિકુમાર, દ્વિપકુમાર, દિકકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમાર નિદા અને અનિદા બંને પ્રકારની વેદના વેદે છે, કેમ કે તેઓ પણ સંસીએ અને અસંશીઓમાંથી ઉત્પન્ન થાય છે, તેથી પૂર્વોક્ત ઉક્તિ પ્રમાણે બંને પ્રકારની વેદના વેદે છે.
પૃથ્વીકાયિક વગેરે પાંચ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય સમૂર્ણિમ હોવાથી મનેહીન હોવાથી અનિદા વેદના જ વેરે છે, આ અભિપ્રાયથી કહે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! પૃથ્વીકાયિક નિદા વેદના વેરે છે કે અનિદા વેદના વેદે છે?
શ્રી ભગવાન ગૌતમ! પૃથ્વીકાયિક નિદા વેદના નથી વેદના પરંતુ અનિદ્રા વેદના વેઢે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ક્યા હેતુથી એવું કહેવાય છે કે પૃથ્વી-કાયિક નિદા વેદના નથી વેદતા, અનિદા વેદના વેદે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! બધા પૃથ્વી કાયિક અસંસી હોય છે, તેથી તે અનિદા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૩૭