________________
મનેઝ, મનોહર તેમજ મનોરમ ઉત્તરક્રિય રૂની વિક્રિયા કરે છે. વિક્રિયા કરીને તેઓ તે દેવે પાસે જાય છે. પછી દેવ તે દેવીઓની સાથે સ્પર્શ–પરિવારણ કરે છે. અહી આગળ કહ્યું છે– બા રીતે જેમ કાય-પરિચારક દેવેનું કથન કહ્યું તેમ હવે સ્પર્શ પરિચારકોનું પણ કહેવું જોઈએ. તે કથન દિગ્દર્શન રૂપે કહી જ દીધેલ છે.
હવે રૂપ પરિચારણાનું કથન કરે છે
તે દેશમાં જે રૂ૫–૫રિચારક દેવ છે, તેમનું ઈછામન અર્થાત્ વિષય ઉપરની ઈચ્છાની મુખ્યતાવાળું મન ઉતપન્ન થાય છે કે અમે અસરાની સાથે રૂ૫–૫રિચારણા કરવા માગીએ છીએ.
આ રીતના દેવ-સંક૯પ બાદ અર્થાત્ દેવેનું આ રીતે મન કરવાથી પહેલાની જેમ જ તે અપ્સરાઓ ઉદાર, શૃંગારમય વગેરે ઉત્તર વૈક્રિય રૂપની વિક્રિયા કરે છે. વિક્રિયા કરીને તેઓ તે દવેની પાસે પહોંચી જાય છે અને તેમનાથી બહુ દૂર નહીં બહુ પાસે નહીં તેમ સ્થિત થાય છે. તે પહેલાંના વર્ણન મુજબ ઉદાર યાવત્ શૃંગારમય મનહર, મનોરા તથા મનોરમ ઉત્તરકિય રૂપને દેખાડતી-દેખાડતી રહે છે. ત્યારે તે દેવે તે અપ્સરાઓની સાથે રૂપ-પરિચારણ કરે છે, અર્થાત્ તેઓ કટાક્ષયુક્ત દષ્ટિથી જોવે, અંગ, પ્રત્યંગનું અવલોકન તથા પિતાનાં અનુરાગને પ્રગટ કરતી ચેષ્ટાઓને પ્રકાશિત કરવી વગેરે કરે છે. બાકીનું કથન કાયપરિચારણાનાં જેવું જ સમજી લેવું જોઈએ.
આ રીતે રૂપપરિચારણ કરવાથી તે દેવોનું મન ઝડપથી શાંતિ પ્રાપ્ત કરી લે છે. હવે શબ્દ-પરિચારણની પ્રરૂપણ કરાય છે
દેવામાં જે દેવ શબ્દ-પરિચારક છે, તેમનાં વિષયગની ઇચ્છાની પ્રધાનતાવાળા મન ઉત્પન્ન થાય છે. તેઓ સંકલ્પ કરે છે કે અમે અપ્સરાઓની સાથે શબ્દપરિચારણા કરવા ઈચ્છીએ છીએ.
દેવોનાં આ રીતે સંક૯પ કરવાથી, પહેલાં કહેલ રીતે જ તે અપ્સરાઓ ઉદાર શૃંગારમય, વૈક્રિયક રૂપની વિક્રિયા કરે છે. વિક્રિયા કરીને જ્યાં તે દે હોય છે, ત્યાં જાય છે અને તે દેવેની કંઈક નજીક કંઈક દૂર રહીને અનુત્તર અર્થાત્ સર્વજને માટે આનંદ-દાયક હોવાથી સર્વોત્તમ તેમ જ અત્યધિક કોમેદ્દીપક શબ્દોનું વારંવાર ઉચ્ચારણ કરે છે. ત્યારે તે દેવે તે અપ્સરાઓની સાથે શબ્દ-પરિચારણ કરે છે.
બાકીનું કથન પહેલાં જેવું જ સમજી લેવું જોઈએ. યાવત્ તે શબ્દ પરિચારણ તેમના માટે તીવ સુખકર રૂપમાં પરિણત થાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
उ२२