________________
નથી ખનતુ. આ હેતુથી હું ગૌતમ ! એવુ' કહેવામાં આવેલ છે કે-કેાઇ દેવ સદેવિક અને સપરિચાર હોય છે, કોઇ દૈવિક અને અપરિચાર હાય છે. કાઇ અદૈવિક અને સપરિચાર હાય છે, પરંતુ સદૈવિક અને અપરિચાર હાતા નથી.
પરિચારણાનું પ્રકરણ હાવાથી હવે તેના ભેદ્યનુ નિરૂપણ કરવામાં આવે છે. ગીતમસ્વામી-હે ભગવન્ ! રિચારણા કેટલા પ્રકારની કહેલ છે? ભગવાન—હૈ ગૌતમ ! પરિચાણા પાંચ પ્રકારની કહેવામાં આવી છે તે આ પ્રમાણે છે-(૧) કાયપરિચારણા (૨) સ્પર્શ પરિચારણા (૩) રૂપ પરિચારણા (૪) શબ્દ પરિચારણા અને (૫) મન:પરિચારણા.
ગૌતમસ્વામી-હે ભગવન્ ! શા કારણથી એમ કહેવામાં આવેલ છે ડૅ--પરિચારણા પાંચ પ્રકારની છે? જેમ કે-ઢાય પરિચારણા યાવત્ મન પરિચારણા.
ભગવાન—કે ગૌતમ ! ભગનપતિ, વાનન્યન્તર, જ્યાતિષ્ઠ તથા સૌધમ અને ઈશાન કલ્પના દેવે કાયાથી પરચારણા કરે છે, અર્થાત્ મનુષ્ય સ્ત્રી-પુરુષની જેમ કાયાથી મૈથુન
સેવન કરે છે.
તાત્પ આકથનનું એ છે કે-અસુરકુમારેાથી લઈને ઈશાન ૫ના દેવા સકિલપ્ટ ઉદયવાળા પુરૂષવેદ કર્મીને વશ થઇને મનુષ્યની જેમ વૈષયિક સુખમાં નિમગ્ન થય છે. અને તેનાથી પ્રીતિ-તૃતિના અનુભવ કરે છે. ખીજી રીતે તેને તૃપ્તિ થતી નથી,
સ્પ
સનત્કુમાર અને માહેન્દ્ર કલ્પના દેવે સ્પર્શ પરિચારક હૈાય છે. તેઓના પરિચાર (વિષયભાગ) સ્થૂલ સ્તનાના માડુઓના, નિતમ્મના અને જઘા વિગેરે અગેાપાંગના સ્પ કરવાથી થાય છે, જ્યારે તેને વિષય સુખ ભેગવવાની અભિલાષા થાય છે ત્યારે તે સેગની અભિલાષાથી પેાતાની સમીપતિની દૈવિયેાના સ્તના વિગેરે અંગેપાંગના કરે છે. આ સ્પર્શમાત્રથી કાયપરચારાના કરતાં તેઓને અનન્તગણા સુખના અને વેદોપશાન્તિના અનુભવ થાય છે. બ્રહ્મલેાક અને લાન્તક કામાં દેવરૂપ પરિચારક હોય છે. તેઓને વિષયભાગ સૌન્દ્ર વિગેરે રૂપ માત્રના જોવાથી થાય છે. તે દેવા દેવાંગનાઓના કમનીય અને કામના આધારભૂત, દિવ્યમાદક રૂપને જોઈને જ કાય પરિચારણાની અપેક્ષા અનન્તગુણિત વૈષયિક સુખને અનુભવ કરે છે અને આટલાથી તેમની વેદના ઉપશાન્તુ થઈ જાય છે.
મહાશુક્ર અને સહુસાર કલ્પાનાં દેવ શબ્દ-પરિચારક હૈાય છે. તેમના વિષયાપભાગ શબ્દથી જ થાય છે. તેએ પાતાની પ્રિયદેવીએની ગતિ, હાસ્ય, ભાવ, ભાંગી યુક્ત મધુર આલાપ તથા નૂપુરા આદિનાં અવાજના શ્રવણુ માત્રથી જ કાય–પરિચારણાની અપેક્ષા–અનન્તગુણિત સુખના અનુભવ કરે છે અને તેમાંથી જ તેમની વેદનાનું ઉપશમન થઈ જાય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૩૧૭