________________
અપેક્ષાથી સમજવું જોઈએ. કેમકે તેઓમાં ન તે શારીરિક વ્યાપાર થાય છે અને ન માનસિક વ્યાપાર થાય છે.
એ આશયને વીસ દંડકોના કમથી પ્રરૂપિત કરવાને માટે કહે છે-હે ભગવન! જીવ નારકની અપેક્ષાએ પ્રાણાતિપાતની નિષ્પત્તિમાં કેટલી ક્રિયાવાળા થયા છે?
શ્રી ભગવાન-હે ગતમ! કદાચિત ત્રણ કિયાવાળા થાય છે, કદાચિત્ ચાર કિયાવાળા થાય છે, કદાચિત અકિયાવાળા થાય છે,
એજ પ્રકારે અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિધુતકુમાર, ઉદધિકુમાર, દીપકુમાર, દિકુકમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર આ દશભવન પતિની અપેક્ષાથીજીવ કદાચિત ત્રણ ક્રિયાવાળા થાય છે, કદાચિત ચારકિયાવાળા થાય છે અને કદાચિત અક્રિય બને છે.
પૃથ્વીકાયિકથી, અપૂકાયિકથી, તેજસ્કાયિકથી, વાયુકાયિકથી, વનસ્પતિકાયિકથી. દ્વીન્દ્રિયથી, ત્રીન્દ્રિયથી, ચતુરિન્દ્રિયથી પદ્રિય તિર્યંચથી અને મનુષ્યથી અર્થાત્ આ પૃથ્વીકાયિક આદિની અપેક્ષાથી સમુચ્ચય જીવ સમ્બન્ધી વક્તવ્યતાના અનુસાર કદાચિત ત્રણ કિયાવાળા, કદાચિત ચાર કિયાવાળા કદાચિત્ પાંચ કિયાવાળા અને કદાચિત અક્રિય થાય છે. એવું પ્રતિપાદન કરવું જોઈએ.
પણ દેવ અને નારક જીવની અપેક્ષાએ ચાર કિયાવાળા જ સમજવા જોઈએ, પાંચ કિયાવાળા ને કહેવા જોઈએ, કેમકે દેવો અને નારકેને જીવનથી વ્યુપરત નથી કરી શકાતા. કહ્યું પણ છે-નાર અને દેવનું આયુષ્ય અપવર્તન થવાયેગ્ય નથી હેત અર્થાત અકાળમાં તેમના મૃત્યુ નથી થઈ શકતાં. દેવો અને નારકોના અતિરિક્ત સંખ્યાત વર્ષની આયુવાળાની અપેક્ષાએ જીવ પાંચ ક્રિયાવાળા પણ થઈ શકે છે. કેમકે તેઓ અપર્વતનીય આયુવાળા હોય છે. તેથી જ તેઓના જીવનનું વ્યપર પણ થઈ શકે છે.
વાનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક, એ ત્રણ દેવની અપેક્ષાથી, એજ પ્રકારે સમજવું જોઈએ. જેમ પહેલાંના નારકની અપેક્ષાથી કહ્યું છે, અર્થાત્ પહેલા નારકની અપેક્ષાએ ચાર કિયાવાળા સુધી કહ્યા છે. પાંચ કિયાવાળા નથી કહ્યા. એજ પ્રકારે અહી પણ ચાર ક્રિયાવાળા સુધી જ કહેવું જોઈએ પાંચ કિયાવળા નહીં કહેવા જોઈએ.
એ પ્રકારે એક સંખ્યક જીવને એક સંખ્યક જીવની અપેક્ષાથી ક્રિયાઓનું પ્રતિપાદન કરાયું છે, હવે એક સંખ્યક જીવની અપેક્ષાથી ક્રિયાઓનું પ્રતિપાદન કરે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એક જીવ ઘણું જીની અપેક્ષાથી કેટલી કિયાવાળા થાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! કદાચિત ત્રણ કિયાવાળા થાય છે, કદાચિત ચાર કિયાવાળા થાય છે, કદાચિત પાંચ ક્રિયાવાળા થાય છે. અને કદાચિત અકિય અર્થાત્ ક્રિયા રહિત થાય છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! એક જીવ નારની અપેક્ષાએ કેટલી ક્રિયાઓ વાળા થાય છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૮